જામનગર મોર્નિંગ
બોમ્બ વિસ્ફોટ જેવો મોટો અવાજ, ચીસો અને આસપાસના લોકો દોડી આવ્યા. આજે જબરદસ્ત ભૂકંપના આંચકાથી તુર્કીની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે બહુમાળી ઈમારતો આંખના પલકારામાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હેલ્પ-હેલ્પ કહીને લોકો અહી-ત્યાં દોડવા લાગ્યા. 7.9ની તીવ્રતાનો આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં સવારે લગભગ 4 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપમાં સેંકડો લોકોના મોતની આશંકા છે.
તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ અને ઈરાક સુધી આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ 17.9 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયનટેપ શહેરની નજીક હતું. ભૂકંપના જે વિડીયો સામે આવ્યા છે તે તમને ચોંકાવી દેશે.
કંપ બાદ લોકો કાટમાળમાં ફસાઈ ગયા અને લાઈવ સ્ટ્રીમ વીડિયો દ્વારા મદદ માગતા જોવા મળ્યા. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પોતાની સ્થિતિ જણાવી રહ્યા છે.
તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે.
2 શક્તિશાળી ભુકંપના આંચકા અનુભવાયા હતા, ચારેબાજુ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું જણાય છે.
0 Comments
Post a Comment