જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
 

દેવભૂમિ દ્વારકા એસ ઓ જી પોલીસે આજરોજ કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામના એક શખ્સને ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો હતો.

    દેવભૂમિ દ્વારકા જિલ્લા ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકામાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કોન્સ્ટેબલ કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતા મારખી કરસનભાઈ વારોતરીયા નામના એક શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળેથી પોલીસે રૂપિયા 18,500 ની કિંમતના 1.85 કિલોગ્રામ ગાંજાના બે છોડ તથા વેચાણ અર્થે રાખેલો રૂ. 9,330 ની કિંમતનો કિલો ગ્રામ ગાંજો કબજે લીધો કર્યો હતો.

     આમ, રૂપિયા 27,830 ના મુદ્દામાલ સાથે પોલીસે મારખી કરશન વારોતરીયા સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી, વધુ તપાસ અર્થે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

      આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, રાજભા જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, હરપાલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, કિશોરભાઈ ડાંગર, જગદીશભાઈ કરમુર, જીવાભાઈ, નિર્મલભાઈ, વિજયસિંહ, ખેતસીભાઈ, પબુભાઈ, દિનેશભાઈ તથા કરણભાઈ દ્વારા કરવામાં આવી હતી.