જામનગર મોર્નિંગ - જામનગર 

ઠેબા ગામમાં છોકરાના ઝગડામાં મોટા બાખડી પડતા રીક્ષા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરમાં ઠેબા ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતા ચનાભાઈ અમરાભાઈ સરસીયાના કાકાના દીકરા સાથે હેમંતભાઈ લખુભાઈ ગમારાને છોકરા બાબતે ઝગડો થયો હોય જેથી ચનાભાઈ ઝગડો કરવાની ના પાડતા આ વાતનું મનદુઃખ રાખી હેમંતભાઈએ ચનાભાઈની જીજે 03 વી 4155 નંબરની રીક્ષામાં આગ ચાંપી સળગાવી નાખતા રૂ. 3500ની નુકશાની પહોંચાડી ગાળો આપી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપતા ચનાભાઈએ પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 435, 504, 506(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ એચ.બી. પાંડવ ચલાવી રહ્યા છે.