જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત વિધાનસભા 2022ની ઐતિહાસિક જીત બાદ અને વર્ષ 2023 જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી.

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા જામનગર મહાનગર કારોબારીમાં સૌ કાર્યકર્તાઓનું સ્વાગત કરવાં આવેલ. ઐતિહાસિક જીતના વિશે થોડું જણાવતા ડો. વિમલભાઈ કગથરાએ ઉદબોધન કરેલ કે, 27 માંથી 23 એસ.ટી સીટો જીત્યા, 13 માંથી 11 એસ.સી સીટો જીત્યા, 17 માંથી 14 મહિલા સીટો જીત્યા, 44 કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ, 128 આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ, 9 સીટો કે આઝાદી બાદ ક્યારેય નહોતા જીત્યા જેમાંથી 6 સીટો ઐતિહાસિક લીડ સાથે જીતી, સૌથી વધુ 156 સીટ મેળવી, સહુંશી વધુ વોટ શેર 53% અને 50 હજારથી 1 લાખ લીડ થી - 41 સીટ મેળવી, 40 હજારથી 50 હજાર લોડ થી 66 સીટ ઉપર જીત મેળવેલ. તેઓ એ વધુમાં જણાવતા કહેલ કે, જામનગરની બંને સીટ જો સારી રીતે જીત્યા હોય તો તેનો જશ કાર્યકર્તાને આભારી છે, તેઓ એ કહેલ કે પોતે તો પ્રમુખ છે, પ્રોત્સાહન આપવાનું કામ તેઓનું છે, પણ ફિલ્ડમાં સાચું કામ કાર્યકર્તાએ કર્યું છે. ચૂંટણી માત્ર એક કારણ થી નથી જીતી શકતી, પેઈજ સમિતિનું યોગદાન અનેરું રહ્યું, પેઈજ સમિતિનું મહત્વ જણાવતા મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જણાવેલ કે, ગુજરાત વિધાનસભાની ઐતિહાસિક જીત માટે પેઈજ સમિતિ નું અનેરું યોગદાન રહ્યું. જ્યાં પેઈજ સમિતિ નું કામ નબળું થયું હતું ત્યાં ખરાબ પરિણામ ભોગવું પડેલ. કાર્પેટ બિમ્બીન્ગ એ 156 સીટ મેળવવામાં મહત્વ નું યોગદાન પ્રદાન કર્યું. અને વેન ડે વન ડીસ્ટ્રીક એ 156 સીટ જીતવા મહત્વનું યોગદાન પ્રદાન કર્યું. શહેર મહામંત્રી વિજયસિંહ જાડેજાએ જણાવેલ.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવેલ કે પક્ષ દ્વારા સમર્પિત કાર્યકર્તાની હંમેશા કદર કરવાં આવે છે, તેઓ એ ઉદાહરણ આપતા જણાવેલ કે તેઓ યુવા મોરચાના હોદેદારો થી લઇ વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન, અને ધારાસભ્ય સુધીની જવાબદારી નિભાવવાની તક મળી છે. અને ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓ જ સાચું પ્રોત્સાહન પુરવાર થયા. કાર્યકર્તાઓએ જે ઉત્સાહથી સમગ્ર માહોલ ઉભો કર્યો, ઐતિહાસિક લીડ થી 79 વિધાનશભામાં જીત મેળવી.

ધારાસભ્ય રીવાબા જાડેજા એ કાર્યકર્તાઓ નો આભાર માનતા જણાવેલ કે, તેઓની ટિકિટ જાહેર થઇ ત્યારથી મતદાન ના દિવસ સુધી શહેર સંગઠન થી લઇ પેઈજ સમિતિ સુધીના તમામ કાર્યકર્તાઓ એ સખત મહેનત કરેલ, અને ઐતિહાસિક લીડ અપાવી. જામનગર શહેરની બંને સીટ 78 અને 79ના ધારાસભ્યએ કાર્યકર્તાઓનો આભાર માનેલ. રાષ્ટ્રીય કારોબારી પશ્ચાત પ્રદેશ કારોબારી, ત્યારબાદ શહેર જિલ્લા કારોબારી અને ત્યારબાદ વોર્ડ કારોબારી નું આયોજન કરવાંમાં આવે છે. સભાનું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા દ્વારા કરવામાં આવેલ તથા તેઓ દ્વારા જામનગર મહાનગરમાં વોર્ડ કારોબારીની વિગત જણાવેલ.

જેમાં જામનગર મહાનગર ના વોર્ડમાં તા 10 તથા 11 ફેબ્રુઆરી 2023ના કારોબારી બેઠકો યોજાશે. આ બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શિક્ષણસમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્ય, સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.