સામાપક્ષે પણ ત્રણ સામે ગુનો 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દ્વારકાના ભડકેશ્વર વિસ્તારમાં ભાણવડના રણજીતપરા ખાતે રહેતા રવિ ખીમાભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા રામશીભાઈ ભારવાડીયા (રહે. ભાણવડ) સાથેના મનદુઃખ બાબતે ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા ભીખુભાઈ ગોવાભાઈ બેરા નામના 34 વર્ષના યુવાન સમજાવવા જતા આરોપી રવિ ખીમાભાઈ ચાવડા દ્વારા ભીખુભાઈ ગોવાભાઈ બેરાને છરી મારીને ઈજાઓ કરવામાં આવતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 324 તથા જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકેની નોકરી કરતા રવિભાઈ ખીમાણંદભાઈ ચાવડા (ઉ.વ. 29) એ સણખલા ગામના ભીખુભાઈ ગોવાભાઈ, કલ્યાણપુરના રામશીભાઈ માલદેભાઈ ભારવાડીયા તથા મોડપર ગામના વિજયભાઈ કોટેચા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં ભડકેશ્વર મંદિર પાસે આરોપીઓએ એક સાથે મળીને ફરિયાદી રવિભાઈને બિભત્સ ગાળો કાઢી, છરી વડે હુમલો કરી, ઢીકા-પાટુનો માર મારી, એકબીજાની મદદગારી કરી હતી.

આ બનાવ અંગે દ્વારકા પોલીસે ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 323 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.