કપાત લેનારનું નામ ખુલતા શોધખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કામદાર કોલોનીમાંથી પોલીસે એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતો ઝડપી લઈ રોકડ સહિતનો મુદામાલ કબ્જે લઈ કપાત લેતા શખ્સનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી કામદાર કોલોની શેરી નં.૪માં બુધવારે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાંથી ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની વિગત સિટી-સી ડિવિઝનના યુવરાજસિંહ જાડેજા અને હરદીપભાઈ બારડને મળતા દરોડો કરી હીરેન ઈન્દ્રજીતભાઈ ચંદન નામના શખ્સને ઝડપી પાડયો હતો,  આ શખ્સ ક્રિકેટ લાઈન ગુરુ નામની એપ્લિકેશન પર ભારત તથા ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલા મેચનું લાઈવ પ્રસારણ નિહાળી પોતાના ફોનમાંથી જ વિકેટ, રનફેર વગેરેના સોદા કરતો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રૂ. 10 હજારના મોબાઈલ સહિત રૂ. 20,060નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કપાત લેતાં રાજેશ ભાનુશાળી ઉર્ફે રાજાનું આપતા તેની શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.