જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા એક યુવાન પર પૈસાની ઉઘરાણીના પ્રશ્ને પાડોશમાં જ રહેતા એક શખ્સે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડ નજીક ખડખડનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા અમીરભાઈ અલારખાભાઈ રૂપિયા નામના 31 વર્ષના રીક્ષા ચાલક યુવાને શનિવારે રાત્રે ફિરોજ ઓસમાણભાઈ પઠાણ નામના શખ્સ પાસેથી રૂપિયા માંગતો હતો, અમીરએ આ રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયા આપવાની ના કહી લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી તથા ફરીથી રૂપિયા માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અમીરે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 325, 323, 504, 506 (2) તથા જીપીએકટ કલમ 135 (1) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ બી.બી. કોડીયાતર ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment