વિના મૂલ્યે દવા, ઓપરેશન, રહેવા, જમવાની સુવિધાઓ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા 

ખંભાળિયામાં આવેલી જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ દર્દોની સારવાર તથા ઓપરેશનની સુવિધા પણ પ્રાપ્ય છે.

ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે દરરોજ આશરે 600 થી 700 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે. અહીંની હોસ્પિટલના અધિક્ષક ડો. મનોજ કપૂરના વડપણ હેઠળ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન, ડેન્ટલ સર્જન, ગાયનેક, ફિઝિશિયન, સાયક્રિયાટીસ સહિતના તબીબો નિયમિત રીતે સારવાર આપે છે.

ખાસ કરીને અહીં આઈ સ્પેશિયલીસ્ટની સેવાનો લાભ દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ લ્યે છે. અહીં દરરોજ 70-80 દર્દીઓની ઓપીડીમાં નિયમિત રીતે આંખમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. આ સાથે દર્દીઓને ચશ્મા, સારવાર, રહેવા-જમવાનું પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેથી અનેક દર્દીઓ રાહતની લાગણી અનુભવે છે. આ ઉપરાંત સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની આંખોની ચકાસણી તથા ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

સરકારી જનરલ હોસ્પિટલમાં દર મંગળવારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સર્ટિફિકેટ પણ કાઢી આપવામાં આવે છે. જિલ્લાના દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં સારવારનો લાભ લેવા અપિલ કરવામાં આવી છે.