જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ભાણવડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકિંગ અંગેની કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામે રહેતા જગદીશ દાનાભાઈ પોપાણીયા નામના 26 વર્ષના શખ્સને શંકાના આધારે અટકાવીને ચેકિંગ કરતા તેની પાસે રહેલું જી.જે. 37 સી. 5559 નંબરનું હંક મોટરસાયકલ તેણે ભાણવડની પંચવટી સોસાયટીમાં બસ સ્ટેશન સામેથી ચોરી કર્યું હોવાનું અને આ મોટરસાયકલ સંજયભાઈ જેન્તીભાઈ રાઠોડના નામનું હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી પોલીસે રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલને કબજે લઇ, આરોપીની અટકાયત કરી હતી. આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા, એ.બી. જાડેજા તેમજ સર્વેલન્સ સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી.