માલીકને ખબર પડતા 460 નંગ વહેંચી માર્યાની કબૂલાત આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં આવેલ ઉધોગનગરમાં એક પેઢીમાં નોકરી કરતો શખ્સ બ્રાસના હેન્ડલની ત્રણ મહિનાના સમય ગાળામાં કટકે કટકે સાત લાખની ચોરી કરી અલગ અલગ કંપનીમાં વહેંચી નાખતા પેઢીના માલીકે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા અને ઉધોગનગર એસોસીએશનની બાજુમાં નીયો ઈન કોર્પોરેશન નામની પેઢી ચલાવતા જયમીનભાઈ દિલીપકુમાર શાહ નામના વેપારીએ તેની જ પેઢીમાં નોકરી કરતા કર્મચારી કમલેશ કિશોરભાઈ કમોયા (શુભાષપરા-2, શંકરટેકરી) નામના શખ્સ સામે ચોરીની ફરિયાદ સીટી સી ડિવિઝનમાં નોંધાવી છે. કમલેશ આ પેઢીમાં માલ પેક કરવાનું અને એ જ માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવાનું કામ કરતો હોય અને છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં 460 મોર્ટાઈઝ હેન્ડલ કિમંત રૂ. 7,00,000ની ચોરી કરી હોય અને પહેલી તારીખે કસ્ટમરનો ફોન જયમીનભાઈને આવતા હાજર સ્ટોક ચેક કરાવ્યો હતો. જેમાં ગાઝીયાબાદથી આવેલ એસ હાર્ડવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બોક્સમાં ઓછા નંગ જોવા મળ્યા હતા જેને લઈને પેઢી દ્વારા જુના બિલ ચેક કરવામાં આવ્યા હતા.
જેમાં કુલ 460 નંગ ઓછા નીકળતા કમલેશની પુછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં તેને ત્રણ મહિનાના સમયમાં 7 લાખના હેન્ડલ ચોરી કર્યાની કબુલાત આપતા જયમીનભાઈએ સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment