જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 3-3ના સાંજના પોલીસ અધિક્ષક હેડ ક્વાર્ટરની વિઝીટ કરેલ હોય તે દરમ્યાન ડ્યુટી પર હોવા છતાં ફરજ છોડીને કોન્સ્ટેબલ છત્રપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા પોતાની પ્રાઇવેટ કાર જેમાં કાળા કાચ લગાવેલ અને નંબર પ્લેટ વગરની લઈને પોલીસલાઇનમાં ગયા હોય તેવું જાણવા મળતાં અને ચાલુ ફરજે દાઢી કરેલ ન હોય અને સીવીલ કપડામાં મળી આવ્યા બાદ જેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ ઠોસ કારણ આપી શક્ય ના હોય અને ટ્રાફિકના નિયમનો ભંગ કરેલ હોય અને ફરજનું સ્થળ છોડી પોલીસ વિભાગને ન શોભે તેવું શિસ્ત વિરુધ્ધનું કાર્ય કરવનાનું સામે આવતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગંભીર ગેરવર્તણુંક દાખવનાર છત્રપાલસિંહ જાડેજાને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.