જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા એક યુવાન પર જૂની અદાવત નું મન:દુખ રાખીને છ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ- ધોકા જેવા હથીયાર વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા છે. તમામ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા નાયાભાઈ કરસનભાઈ શાખારા નામના ૪૨ વર્ષના ગઢવી યુવાન પર ગુરુવારે તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં અસ્લમ ઉર્ફે વિરો સોહિલના કાકા વીરો તથા તેના ત્રણ જાણ્યા સાગરીતો વગેરેએ એકત્ર થઈને લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે રીક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો, અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડી હોવાથી તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં તેના પર મોડી રાત્રે ક્રિયા કરવામાં આવી હતી, જે બનાવ પોતાના ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તિરૂપતિ સોસાયટીમાં રહેતા અસગર ઉર્ફે સોહિલના કાકા ઉપરાંત વીરો અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવીએ જે ફરિયાદના અનુસંધાને સીટી સી ડિવિઝન પોલીસે રાયોટીંગ મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપી ભાગી ગયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે ફરિયાદી યુવાનના ભત્રીજા ધર્મેશને આરોપીના ભત્રીજા સોહીલ સાથે બે દિવસ પહેલા માથાકુટ થઈ હતી જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
0 Comments
Post a Comment