જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલા ૭૦ વર્ષના બુજુર્ગ મહિલાને ફોરવીલના ચાલકે હડફેટમાં લઈ ચગદી નાખતાં તેઓનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા દફિયાબેન અલીમોહમ્મદભાઈ ભોલીમ નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ ગુરુવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સિક્કા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા ફોરવીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. જેમાં તેઓને હાથ પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી આ બનાવ અંગે મૃતક ના ભાણેજ અબુબકર અબ્બાસભાઈ સુંભણીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે આજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.