મધ્યપ્રદેશનો વતની બદકામ કરવાના ઈરાદાથી સગીરાનું અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વગુદડ ગામમાંથી મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ૧૫ વર્ષ પુત્રીનું અપહરણ થઈ ગયું હતું. જેને લગ્નની લાલચે ઉઠાવી જનાર મધ્યપ્રદેશના પર પ્રાંતિય શખ્સ સામે ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેના ગુનો નોંધવામાં આવ્યો છે, અને ધ્રોલ પોલીસે આરોપીને પકડવા માટે પીછો કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના મોટા વાગુદડમાં રહેતા ખેડૂત હિતેષભાઈ દેવજીભાઈ ગડારાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૫ વર્ષની સગીર પુત્રીનું ગુરુવારે તેઓના ઘેરથી અપહરણ થઈ ગયું હતું, અને પરિવારજનોની તપાસ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશ નો અને હાલ ધ્રોળ પંથકમાં રહીને ખેત મજૂરી કામ કરતો કુંવરસિંહ મગનભાઈ વસુનીયા લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સગીરાના પિતા દ્વારા ધ્રોલ પોલીસ મથકમાં પોતાની ૧૫ વર્ષની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતિય શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને આરોપી પોતાના વતનમાં ભાગ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશા મા તેને પકડવા માટે પીછો કર્યો છે.
0 Comments
Post a Comment