જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા) 

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે આગામી રવિવારે આશરે રૂપિયા 965 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઐતિહાસિક એવા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. ત્યારે આ સિગ્નેચર નામ એ એક સુવિખ્યાત વિદેશી દારૂની બ્રાન્ડ હોય અને આ ઐતિહાસિક પુલ ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો હોવાથી આ પુલનું નામ બદલવા માટે તેમજ કોઈ ઐતિહાસિક નામ રાખવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી.

જેના અનુસંધાને આ પુલનું નામ "સુદર્શન સેતુ" રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન સેતુ કરાયું છે. ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીકૃષ્ણના જે હાથમાં રાખવાના જુદા જુદા વસ્તુઓ છે, તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મા પ્રખ્યાત છે અને શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર એ ખૂબ જ પ્રસિદ્ધ હોય અને આ શ્રીકૃષ્ણની યાદ તાજી થાય, તે યાદ સાથે સંકળાયેલો આ પુલ હોવા સાથે આ બ્રિજ પર શ્રી કૃષ્ણની સ્મૃતિઓ, મોરપીંછ અને શ્રીકૃષ્ણના ચિત્રો પણ આકારવામાં આવ્યા છે.

ત્યારે શ્રીકૃષ્ણનો નજીકની ચિન્હ, જેમની આસપાસ સદાય બિરાજમાન છે, એવા સુદર્શન નામ ઉપરથી સુદર્શન સેતુ નામ નક્કી થયું છે. જેને ખૂબ જ સાર્થક ગણવામાં આવે છે. કૃષ્ણ ભક્તો સહિતના લોકોએ આ નવા નામને આવકાર્યું છે.