જામનગર મોર્નિંગ - જામનગર 

એકંદરે આ ગુનાની તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે કે પાકિસ્તાની આર્મી અથવા પાકિસ્તાની જાસુસી સંસ્થાના કોઇ એજન્ટ તથા પાકિસ્તાની નાગરિક કિશોરભાઇ સવાઇ જગદીશકુમાર રામવાણી તથા પાકિસ્તાનમાંથી વોટસએપ નંબર +91 0000000000ના વપરાશકર્તાએ તથા મો.નં. 00000000000ના વોટસએપ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ઇસમનાઓએ ભારત સરકાર સામે લડાઇ કરવાનુ કાવતરુ રચી ભારત સરકાર સામે લડાઇ કરવામા પાકીસ્તાની આર્મીને સરળતા કરી આપવાના ઇરાદે મોહમદ સકલૈન ઉમર થઇમ રહે. જામનગરનાઓ દ્વારા સીમકાર્ડ નંબર 00000000નું ખરીદ કરી તે સીમકાર્ડ અસગર આજીભાઇ મોદી રહે. જામનગરનાએ પોતાના મોબાઇલ ફોનમાં એકટીવેટ કરેલ અને આ સીમકાર્ડ મો.નં. 00000000000 ના વોટસએપ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ઇસમે આણંદ જીલ્લાના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરી નાઓને મોકલાવી તે સીમકાર્ડ નંબર 000000000 માં વોટસએપ એકટિવેટ કરવા માટેનો ઓટીપી મેળવી તે ઓટીપી નંબર લાભશંકરે ઉપરોક્ત મો.નં. 00000000000 ના વોટસએપ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ઇસમને મોકલી આપેલ અને ત્યાર બાદ આ મો.નં. વાળાની સુચનાથી લાભશંકરે સીમકાર્ડ નંબર 0000000000 નું પોતાની બહેન સુશીલાબેન મારફતે પાકિસ્તાન ખાતે રહેતા કિશોરભાઇ @ સવાઇને મોકલી આપેલ. જે સીમકાર્ડના વોટસએપ નંબર +91 00000000 મારફતે પાકિસ્તાનથી પાકિસ્તાની આર્મી અગર તો જાસુસી સંસ્થાના એજન્ટ દ્વારા ભારતમા કારગીલ, જમ્મુ-કાશ્મિર ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન ખાતે સિપાહી તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર @ સિન્ટુ સિતારામ ભાટીયાના મો.નં. 0000000000માં ‘Exam Update 2022-2023.apk' નામની શંકાસ્પદ માલવેર/રીમોટ એક્સેસ ટ્રોઝન (વાઇરસ) એપ્લીકેશન મોકલી તેઓના ફોનનો અનધિકૃત રીતે એક્સેસ મેળવી તેઓએ જાણી જોઇને ઇરાદાપૂર્વક ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અથવા સાર્વભૌમત્વને જોખમમાં નાખવાના ઇરાદે અનધિકૃત રીતે કોમ્પ્યુટર રીસોર્સમાં પ્રવેશ કરેલ હોય તેમજ આ ગુનાહીત કાવતરુ આગળ ધપાવવામાં ગુજરાતના લાભશંકર દુર્યોધન મહેશ્વરી તથા મોહમદ સકલૈન તથા અસગર નાઓએ મદદગારી કરી પકડાયેલ તથા નહી પકડાએલ આરોપીઓ એ ઇ.પી.કો કલમ ૧૨૧-ક, ૧૨૩ તથા ૧૨૦-બી તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૮ની કલમ ૪૩, ૬૬, ૬૬એફ (૧)(બી) મુજબનો ગુનો કરેલ છે. આરોપી મોહંમદ સક્લેન ઉમરભાઇ દાઉદ થૈયમ ઉ.વ ૨૨ ધંધો નોકરી રહે. ભાડેલા માતમ ચોક ગામ બેડી જામનગર ખાતે રહેતો હતો.