જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર તથા જામજોધપુર તાલુકામાં અને ધ્રોલ તાલુકામાં સ્થાનિક પોલીસે જુગાર અંગેના છ દરોડા કરી, જુગાર રમી રહેલી 9 મહિલા સહિત 28 શખ્સોને રૂ. 1.56 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ એક શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં જયસુખભાઇ લાડાણીની વાડીની બાજુમાં આવેલ વાછરડાડાના મંદિરની પાસે જાહેરમાં બુધવારે રાત્રે ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી જામજોધપુર પોલીસને મળતા પોલીસે દરોડો કરી જુગાર રમી રહેલા જયસુખ પ્રેમજીભાઈ લાડાણી, જયેશ મનસુખભાઇ વાછાણી, મહેશ ચુનીલાલ ઘઘડા, અમરશી દેવાભાઇ બથવાર અને અશોક લખમણભાઈ પરમાર નામના પાંચ શખ્સોને રોકડ રૂ. 72,160 સાથે ઝડપી લીધા હતા. 

જયારે જુગાર અંગેનો બીજો દરોડો જામનગર શહેરમાં આવેલ તિરુપતિ વિસ્તારમાં શેરી નં. 6ના ખૂણા પાસે બુધવારે બપોરે સીટી સી ડિવિઝન પોલીસે પાડ્યો હતો, સ્ટાફના દિલીપસિંહ જાડેજા અને હોમદેવસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઈ આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ જુગાર રમી રહેલા મનસુખ અમરાભાઈ સીંગરખીયા, અમરશી કમાભાઈ પરમાર, જગદીશ દેવજીભાઈ સોલંકી અને અબ્દુલ ખમીશાભાઈ બાબવાણી નામના ચાર શખ્સોને રોકડ રૂ. 11,060 સાથે ઝડપી લીધા હતા. 

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગર શહેરમાં કેવડાપાટ સ્કૂલ પાસે આવેલ જંગલખાતાના ગેટ પાસે બુધવારે બપોરે સીટી બી ડિવિઝન પોલીસે પાડ્યો હતો, સ્ટાફના એ.બી. સપીયા, સુરપાલસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઈ પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ઝેડ.એલ. મલકની સૂચનાથી જુગાર રમી રહેલા ફારૂક બોદુભાઇ ખફી, હુશેન યુનુસભાઈ દોદેપૌત્રા, નરગીસબેન આબીદ ચાવડા અને રોશનબેન યુનુસભાઈ ખફી નામની બે મહિલા સહિત ચાર શખ્સોને રોકડ રૂ. 11,250 સાથે ઝડપી લીધા હતા. 

જુગાર અંગેનો ચોથો દરોડો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર ગામમાં બુધવારે બપોરે ધ્રોલ પોલીસે પાડ્યો હતો, ત્યાંથી જુગાર રમી રહેલા કિશન બકાભાઈ ઝુંઝા, વિપુલગીરી ચંદુગીરી ગોસાઈ, અશોક જીવણભાઈ દંતેસરીયા અને ઈકબાલ નુરમામદભાઈ કુરેશી નામના ચાર શખ્સોને રોકડ રૂ. 4050 સાથે ઝડપી લીધા હતા. 

જુગાર અંગેનો પાંચમો દરોડો જામનગર શહેરના રણજીતસાગર રોડ પર વસંતવાટિકામાં શેરી નં. ચારના ખૂણા પાસે સીટી એ ડિવિઝન પોલીસે પાડ્યો હતો, ત્યાંથી જુગાર રમી રહેલા મુકેશ કુંવરજીભાઈ ગોઠી, કલ્પનાબેન પરેશભાઈ માવાણી, જાગૃતીબેન જાદવજીભાઈ સોલંકી, મીનાબેન ધર્મેન્દ્રભાઈ મારુ, રિધ્ધીબેન વિપુલભાઈ ચૌહાણ, પ્રેમીલાબેન વસંતભાઈ ગોરી નામની પાંચ મહિલા સહિત છ શખ્સોને રોકડ રૂ. 44,300 સાથે ઝડપી લઇ નાશી જનાર રમેશ રવજીભાઈ પરમારની શોધખોળ હાથ ધરી છે. 

જુગાર અંગેનો છઠ્ઠો દરોડો જામનગર શહેરમાં વાંજા વાસ જીલાની ચોક વિસ્તારમાં બુધવારે રાત્રે સીટી બી ડિવિઝન પોલીસે પાડ્યો હતો, ત્યાંથી જુગાર રમી રહેલા નદીમ હારૂનભાઈ ખોજજાદા, મોસીન અનવરખાન પઠાણ, આસીફ નુરમામદભાઈ જુણેજા, રેહમતબેન અયુબભાઈ છેર અને મંજુબેન મનસુખભાઈ પરમાર નામની ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રોકડ રૂ. 13,280 સાથે ઝડપી લીધા હતા.