જામનગરના તત્કાલીન પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ૪ વર્ષની જેલ સજા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના બારેક વર્ષ પહેલાના લાંચ કેસમાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને અદાલતે ચાર વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.પોલીસ બેડામાં ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા રાજેન્દ્રસીંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગના ગુના બદલ કેસ નોંધાયો હતો. જે કેસમાં જામીન ઉપર છૂટવા માટે રૂ. ૧૫ હજારની લાંચની માંગણી તત્કાલીન પીએસઆઈ દશરથસિંહ ભગુભા ઝાલાએ કરી હતી. અને પીએસઆઇ ના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે રૂપિયા ૫૦૦૦ ની લાંચ ની રકમ સ્વીકારી હતી.
તથા બાકીની રૂ।. ૧૦ ,૦૦૦ની રકમ માટેનો વાયદો કર્યો હતો. તથા રાજેન્દ્રસિંહના મિત્ર જુવાનસીંહ તેજુભા રાઠોડનું નામ સહ આરપી તરોકે નહી ખોલવા અને તેનું સ્કૂટર કબ્જે નહી કરવા માટે રૂ.૩૦ હજારની વધુ લાંચની માંગણી કરવામાં આવી હતી.
આ અંગે તા. ૩૧-૧૦-૨૦૧૨ ના રોજ લાંચ રૂશ્વત વિરોધી શાખા - રાજકોટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી . જેથી લાંચ રૂશ્વત વિરોધી શાખાના સ્ટાફે દરોડો પાડીને પોલીસ કર્મચારીને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યો હતું.
આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ અદાલતના ન્યાયમૂર્તિ વી.પી. અગ્રવાલ સમક્ષ ચાલી જતાં બંને આરોપીને ચાર વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે સ્પે. એ.પી.પી. હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.
0 Comments
Post a Comment