એલસીબી પોલીસે રોકડ રકમ સહિત રૂ. 3.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો 
જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર હાલતો હોવાની બાતમી જામનગર એલસીબીને મળતા સ્થળ પર દરોડો કરી જાહેરમાં જુગાર રમી રહેલા બાર શખ્સોને રૂ. 3.46 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં રણજીતસાગર ડેમના કાંઠે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ અને યુવરાજસિંહ ઝાલાને મળતા પીઆઈ એમ.વી. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયાની સૂચનાથી સ્થળ પર દરોડો કરી જુગાર રમી રહેલા જમીર વલીમામદભાઈ ઠાસરીયા (રહે. કિશનચોક, ચુનાનો ભઠ્ઠો, બાઈની વાડી), સમીર હશનભાઈ ઠાસરીયા (રહે. કિશનચોક, ચૂનાનો ભઠ્ઠો, રિધ્ધી સિધ્ધી સોસાયટી સામે), આસીફ વલીમામદભાઈ રીંગણીયા (રહે. ખોજાવાડ, આરીયા મસ્જિદ પાસે), રજાક વલીમામદભાઈ ઓડીયા (રહે. વારીયા મસ્જિદ પાસે ખોજાવાડ), અલ્તાફ સીદીકભાઈ મનસુરી (રહે. ખોજાવાડ, ખોજા ચકલો, લિબડા ફળી), ફારૂક મહમદભાઈ ડાકોરા (રહે. ખોજાવાડ, પીરચોક), દાનીશ સુલેમાનભાઈ ડાકોરા (રહે. ખોજાવાડ, ખોજા ચકલો), સરફરાજ સત્તારભાઈ ડાકોરા (રહે. ખોજાચકલો, લિબડા ફળી, ખોજાવાડ), અલ્ફાજ અનવરભાઈ રીંગણીયા (ખોજાચકલો, ખોજાવાડ, પીરચોક), મકસુદ હારૂનભાઈ ખાખી (રહે. મોરકંડા રોડ, અનમોલ પાર્ક, શેરી નં. 5), જુબેર રફીકભાઈ ડાકોરા (રહે. ખોજાવાડ, વારીયા મસ્જિદ પાસે) અને અનીશ ઈક્બાલભાઈ રીંગણીયા (રહે. ખોજા નાકા બહાર, ટીટોડીવાડી ગેટની બાજુમાં) નામના બાર શખ્સોને રોકડ રૂ. 50,500 તથા બાર નંગ ફોન કિમંત રૂ. 55,500 તથા ત્રણ મોટરસાયકલ કિમંત રૂ. 90,000 અને એક રીક્ષા કિમંત રૂ. 1,50,000 કુલ મળી રૂ. 3,46,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.