• 100% QLED ડિસ્પ્લે સાથે આ ક્રાંતિકારી વોબલ 116.5-ઇંચ ટેલિવિઝન
• તેમાં અત્યાધુનિક મિનીએલઇડી ડિસ્પ્લે છે, જેમાં 5184 ડિમિંગ ઝોન છે, જે ભારતના મોટા સ્ક્રીન ટીવીના બજારમાં નવો માપદંડ નિર્ધારિત કરે છે.
• મૅક્સિમસ (Maximus) શ્રેણી હવે 116.5 ઇંચ, 86 ઇંચ અને 98 ઇંચના માપમાં ઉપલબ્ધ છે
જામનગર મોર્નિંગ - જામનગર
ઇન્ડકલ ટેક્નોલોજીઝનો ઇન-હાઉસ ટેક્નોલોજી બ્રાન્ડ વોબલ ડિસ્પ્લેઝ (Wobble Displays)એ આજે મૅક્સિમસ (Maximus) શ્રેણીનો 116.5 ઇંચનાGoogle ટીવી 5.0ને લૉન્ચ કરવાની ઘોષણા કરી, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો કન્ઝ્યુમર ટેલિવિઝન બનીને નવો માપદંડ નિર્ધારિત કરે છે. આ ટેકનોલોજીકલ અજાયબી અન્ય બ્રાન્ડ્સ કરતાં (શાબ્દિક રીતે) ટોચ પર છે અને ડિસ્પ્લે ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને નવીનતામાં વોબલ ડિસ્પ્લેની શક્તિ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ દ્વારા સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવતા સેગમેન્ટમાં ભારતીય કંપની માટે આ એક અનોખી સિદ્ધિ છે.
મૅક્સિમસ (Maximus) શ્રેણીનું 116.5 ઇંચનું ટીવી ઇન્ડિયન હોમ એન્ટરટેઇનમેન્ટ માટે એકદમ નવું ધોરણ ઊભું કરે છે. આ વિશાળ કદમાં પહેલી વાર QLED + MiniLED ડિસ્પ્લે ટેક્નોલૉજી રજૂ કરીને, વોબલ ડિસ્પ્લેઝ (Wobble Displays)એ અદ્યતન ક્વોન્ટમ ડૉટ કલર એક્યુરેસી અને પ્રિસિઝન મિની-એલઇડી બૅકલાઇટિંગને 116.5 ઇંચ પર સંયોજિત કરવાની આગવી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે જ, આ કદમાં પ્રથમવાર ગૂગલ ટીવી 5.0 ઓએસ અને એન્ડ્રોઇડ 14 રજૂ કરીને અપૂર્વ સ્માર્ટ ક્ષમતા અને કન્ટેન્ટ ઇન્ટિગ્રેશન પ્રદાન કરે છે, જે લિવિંગ રૂમને પ્રીમિયમ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશનમાં ફેરવે છે. 240W 6.2.2-ચેનલ એરે અને બે ખાસ વૂફર્સથી સંચાલિત મૅક્સિમસ (Maximus) તે ભવ્ય દૃશ્ય અનુભવને વધુ ઊંચે લઇ જાય છે—વિસ્તૃત ડાયનેમિક્સ, સ્ફટિક જેવી સ્પષ્ટ વિગતો અને ચારેબાજુથી ઘેરી લેતું ત્રિ-આયામી સાઉન્ડ પ્રદાન કરીને ઘરમાં જ થિયેટર-ગ્રેડ સિનેમેટિક અનુભવ પ્રદાન કરે છે.
“આજે ઇન્ડિયન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે ઐતિહાસિક ક્ષણ છે,”એમ ઇન્ડકલ ટેક્નોલૉજીઝના CEO આનંદ દુબેએ જણાવ્યું. “મૅક્સિમસ (Maximus) શ્રેણીનું 116.5 ઇંચનું ટીવી માત્ર ભારતનો અત્યાર સુધીનુંસૌથી મોટું ટીવી જ નથી—પરંતુ અમારી એ દ્રષ્ટિનું પ્રતિબિંબ છે કે જેમાં અમે નક્કી થયેલા ધોરણોને પડકારવા અને ભારતીય ગ્રાહકો માટે દૃશ્ય અને શ્રાવ્ય ઊંડાણના સ્તરને અનેકગણા સુધારવા પ્રતિબદ્ધ છીએ.” “અમે માત્ર એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા નથી; પરંતુ ઘરમાં મોહક એન્ટરટેઇનમેન્ટનો નવો યુગ શરૂ કરી રહ્યા છીએ, જે વિશ્વના અદ્યતન સિનેમા અનુભવને ટક્કર આપે છે."
મૅક્સિમસ (Maximus) શ્રેણી ક્રાંતિકારી QLED + MiniLED ડિસ્પ્લે ટેક્નોલૉજીને એન્ડ્રોઇડ (Android) 14થી સંચાલિત Google ટીવી 5.0 સાથે જોડીને એક અદ્વિતીય જોવાનું ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે. આ ડિસ્પ્લે 2000 Nits ની અદભુત ટોચની તેજ પ્રાપ્ત કરે છે - જે ભારતીય બજારમાં ઉપલબ્ધ મોટાભાગના પ્રીમિયમ ટીવીને વટાવી જાય છે - સિનેમેટિક ઑડિયો-વિઝ્યુઅલ અનુભવો માટે ડોલ્બી વિઝન એટમોસ સપોર્ટ સાથે અસાધારણ HDR પ્રદર્શન સુનિશ્ચિત કરે છે. આ ટેલિવિઝનનો 4K 144Hz નેટિવ રિફ્રેશ રેટ ક્ષમતા તેને શ્રેષ્ઠ ગેમિંગ ડિસ્પ્લે બનાવે છે, જે નેક્સ્ટ-જનરેશન કન્સોલ ગેમિંગ અને પીસી કનેક્ટિવિટી માટે સપોર્ટ આપે છે અને પ્રોફેશનલ ગેમર્સને જરૂરી એવો સ્મૂથ અને લેગ-ફ્રી પરફોર્મન્સ પ્રદાન કરે છે.
વોબલ ડિસ્પ્લેઝ (Wobble Displays) વિશે
વોબલ ડિસ્પ્લેઝ (Wobble Displays) ભારતના નવો યુગની ટેક્નોલોજી બ્રાન્ડ અને સ્માર્ટ ટેક્નોલોજીમાં અગ્રણી છે, જે અદ્યતન R&D અને વિકાસ ક્ષમતાઓ દ્વારા ટેલિવિઝન અને ડિસ્પ્લે ટેક્નોલોજીમાં નવીનતાનો આગવો માર્ગ દર્શાવે છે. ભારતીય ગ્રાહકો માટે વિચારીને ડિઝાઇન કરેલા, પ્રીમિયમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ટેલિવિઝન લાવવાના હેતુથી રચાયેલ વોબલ ડિસ્પ્લેઝ (Wobble Displays), નવીનતા અને અદ્યતન ટેક્નોલોજીનું સંયોજન કરીને ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મજબૂત હાજરી સ્થાપવાની ઇન્ડકલની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બ્રાન્ડ વિશ્વસ્તરીય પ્રોડક્ટ્સ આપવા માટે પ્રતિબદ્ધ છે, જે ટેક્નોલૉજીની સર્વોત્તમ ગુણવત્તા સાથે ભારતીય ગ્રાહકોની પસંદગી અને જરૂરિયાતોને ઊંડી સમાજ સાથે જોડે છે.
0 Comments
Post a Comment