જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલ આર.એસ.પી.એલ ઘડી કંપનીમા ખેડુતો અને કંપની વચ્ચે ચાલતા કેસમા મામલતદાર એચ.એચ પંજાબી દ્વારા ખેડુતો પાસે 20 લાખની લાંચ માંગી હોઈ તે બાબતે ખેડુતોએ એ.સી.બી મા ફરિયાદ કરાઈ છે 

કુરંગા ખાતે આવેલ મહાકાય આર.એસ.પી.એલ ઘડી કંપની પોતાનો 5000 વિઘામા સોડા એસ અને પાવર પ્લાન્ટનુ નિર્માણ કાર્ય કરી રહી છે આ કમ્પનીની હદમા આશરે 300 વિઘા જમીન કંપનીની હદમા આવેલ હોઈ આ રાજમાર્ગ અને ખેડુતોનાર ખેતરે જવાના આંતરિક રસ્તા કેટલાય સમયથી બંધ હોઈ આ વિવાદ સતત વધતો ગયો ખેડુતોની પારાવાર રજૂઆત છતા તંત્રના પેટનુ પાણી ના હલતા ખેડુતોએ દ્વારકા મામલતદાર કોર્ટ કલમ -5 મુજબ પોતાનો કેસ દાખલ કરેલ જે દરમિયાન અનેક મુદ્તો છેલ્લા 5 માસથી પડતી આવે છે જેમા અનેક મામલતદાર ની બદલીઓ પણ રાજકીય ઇશારે જાણે થતી આવી પરંતુ છેલ્લે ભાણવડ મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.એચ.પંજાબી ને દ્વારકાનો ચાર્જ સોપાતા આ કેસને બોર્ડ પર લાવી હુકમ કરવાની વાત થઈ જેમા ખેડુતોના જણાવ્યા અનુસાર મામલતદાર એચ.એચ.પંજાબી ખેડૂત બાલુભા કેરને દ્વારકા ઓફિસમા 20 લાખ માંગી જો આ રકમ આપો તો તમને આ મુજબ હુકમ કરી આપવાની વાત કેહતા ખેડુતોની પગ નીચે જમીન સરકી હતી આટલી મોટી રકમ આપવા ખેડૂત તૈયાર નહોતા કેમ કે રાજમાર્ગ અને આંતરિક રસ્તા એ અબાધીત હક્ક હોઈ છીનવી ના સકાય એટલે ખેડૂતે આ રકમ આપવાનો ઇનકાર કરતા મામલતદાર એચ.એચ.પંજાબી એ જો આટલી રકમ ના આપો તો હુ કંપની તરફ ચુકાદો આપી દેવાની વાત કરતા આખરે મામલતદારે કંપની તરફી નીતિ નિયમો નેવે મૂકી ને કરી દેવામાં આવ્યો.અનેક રજૂઆત અનેક આવેદન આપવા છતા તંત્રના પેટનુ પાણી ના હલ્યૂ.

  ખેડુતોના ખેતરે જવાના આંતરિક રસ્તા કંપનીએ બંધ કરી દીધેલ હોઈ જે સ્પસ્ટ દેખાય છે છતા અનેક વખત રોજકામ કરનાર સરકારી તંત્રના અધિકારી દ્વારા ખેડુતોને ઘોર અન્યાય થતા આખરે ખેડુતો પણ આવા ભ્રષ્ટ અધિકારીને ખુલ્લા પાડવાનુ નક્કી કરી એ.સી.બી મા 20 લાખ લાંચ માંગ્યાની ફરિયાદ કરવામા આવતા દ્વારકા જીલ્લા મા ભારે ચર્ચા જાગી છે ખેડૂત બાલુભા કેર દ્વારા હુકમની નકલનો પુરાવો જે પહેલા ખેડૂત તરફી આપવાની મામલતદારે વાત કરી હતી તે નમૂનો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો અને પોતે દ્વારકા મામલતદાર કચેરીમા મામલતદાર એચ.એચ.પંજાબી સાથે કેટલી વાર સુધી બેઠા તે .c.c.t.v પણ ચેક કરવાનો પડકાર ફેંકતા અને હુકમના પાનાંનુ અધ્યયન કરતા આ મામલો ગંભીર છે 


 અમે આ મામલે 20 લાખની લાંચ માંગવાના બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી અને આ પ્રકરણના મૂડ સુધી જવાનો  પ્રયાસ કર્યો જેમા કુરંગા ગામના પૂર્વ સરપંચને મળી ખેડુતોના આંતરિક રસ્તાના વિશે જાણકારી મેળવી તો તેમના સમયમા લેખિત ઉલ્લેખ ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવ્યો હતો કે રાજમાર્ગ અને આંતરિક રસ્તા ખુલ્લા રાખવામા આવે કોઇ ખેડુતને હેરાનગતિ ના થવી જોઈએ આ મામલે ત્યારે ઘડી કંપનીએ સરપંચ વિસાભાઇ ને મોટી રકમની લાંચની ઓફર કરેલ હતી છતા તેમણે ખેડૂત માટે પોતાનુ ઈમાન ના વહેંચી વફાદારી દાખવી ત્યારે કંપની દ્વારા આ જમીન કોઇ પણ ભોગે પચાવિ પાડવા ખેડુતોને અપાતી પારાવાર મુશ્કેલીઓ ને તકલીફો સાથે ધાકધમકીઓ અને પોલીસ સહિતના બળ પ્રયોગ જગ જાહેર છે ત્યારે રાજમાર્ગ અને આંતરિક રસ્તાનો હુકમ આ હુકમ કંપની તરફી આપતા આ હુકમની પણ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરતા અમે મેહસુલ વિભાગના નિષ્ણાત એડવોકેટનો પણ મત જાણ્યો હતો મામલતદાર એચ.એચ.પંજાબી દ્વારા જે હુકમ કંપની તરફેણમા આપવામાં આવ્યો છે તે નિયમ વિરૂધ્ધ અને ખેડુતોના કાયદેસરના હક્કોનુ હનન કરતો હુકમ હોઈ અને આર.એસ.પી એલ  ઘડી કમ્પની પાસેથી મોટો વહીવટ લઈ આ હુકમ કરેલ હોઈ તેવો આરોપ ખેડુતો લગાવી રહ્યા છે અને ખેડુતો પાસેથી 20 લાખની લાંચ માંગેલ હોઈ તો આ મામલતદારે કંપની પાસેથી કેટલો વહીવટ લીધો હશે તેવા સવાલૉ ખેડુતો ઉઠાવી રહ્યા છે 


  મામલતદાર એચ.એચ.પંજાબી વિરૂધ્ધ 20 લાખની  લાંચ મામલે ખેડુતોએ આખરે એ.સી.બી ને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અહી આ સમગ્ર મામલો ક્યાક મુખ્યમંત્રી વિજય રૂપાણીના એ વાક્યોને સાચા પાડે છે જેમા તેમણે મહેસુલ વિભાગમા વ્યાપક ભ્રષ્ટાચારની કબૂલાત નિખાલસ પણે કરી હતી ત્યારે જોવાનું એ રહે છે આખરે 20 લાખની લાંચ માંગવા મુદ્દે તંત્ર દ્વારા મામલતદાર વિરૂધ્ધ કેટલી તપાસ તેજ કરવામા આવે છે અને આ હુકમ બાદ ખેડુતો અને બુધ્ધિજીવી લોકો એટલુ સ્પસ્ટ કહી રહ્યા છે કે ખેડુતોના આંતરિક રસ્તા તો બંધ છે તો ખેડુતો આખરે ખેતરે હેલીકોપ્ટર લઈને ખેતરમા પગ મૂકશે કે કેમ એ પણ દાદ માંગી લે તેવો પ્રશ્ન છે ત્યારે આવનાર દિવસોમા જોવાનું એ રહે છે કે રાજમાર્ગ અને આંતરિક રસ્તા મુદ્દે ખેડુતોને આખરે ન્યાય ક્યારે મળશે સરકાર આખરે ઉદ્યોગપતિઓની છે જે આવા હુકમો બાદ સ્પષ્ટ ખબર પડી જાય છે