જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના ઠેબા ચોકડી નજીક સાંઢીયા પુલ નીચે એક કાર પલ્ટી ખાયેલી હાલતમાં જોવા મળતાં પોલીસ ટુકડી તપાસ માટે દોડી ગઇ હતી, નંબર વિનાની કારનું આગળનું ટાયર ફાટેલું જોવા મળ્યું હતું, તપાસ કરતાં દારુની બોટલો અને બોટલોના ખાલી ખોખા જોવા મળ્યા હતા, કાર કબ્જે લઇ તપાસને જુદી જુદી દિશામાં આગળ વધારી છે, ટાયર ફાટવાથી એક્સીડન્ટ થયું હશે અને અંદર દારુનો જથ્થો હોય આથી શખ્સો નાસી છૂટ્યા હોવાનું તારણ લગાવવામાં આવ્યું છે.
મળતી વિગત મુજબ જામનગર નજીક ઠેબા ચોકડી પાસે રેલ્વેના પાટાની બાજુમાં સાંઢીયા પુલ નીચે ગઇકાલે સવારે 9-00 વાગ્યે પલ્ટી ખાધેલી કાર પડી હોય એવી વિગતો મળતા પંચ એ ડીવીઝનની ટૂકડી તપાસ માટે દોડી ગઇ હતી, કોઇ વ્યક્તિ જોવા મળી ન હતી અને નંબર વિનાની વર્ના કાર ઉંધી પડી હતી, જેમાં આઠ જેટલા દારૃના ખાખી ખોખા અને કેટલીક બોટલો તુટેલી હાલતમાં મળી આવી નથી. સંભવતઃ અન્ય જથ્થો લઇ જવામાં આવ્યો હોય એવું અનુમાન પોલીસે લગાવ્યું હતું, કારનું આગળનું ટાયર ફાટેલ હોય આથી ટાયર ફાટવાથી રાત્રિના કોઇ સમયે કાર પૂલ નીચે ખાબકી હશે અને અંદર બેઠેલા દારુ લઇને જતા હશે ત્યારે આ બનાવ બન્યો હોવાનું તારણ કાઢી કારની ચેસીસ નંબરના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવાયો છે.