મોટી વેરાવળ રામપરના રોડ રસ્તાની ગંભીર હાલત ગ્રામ્ય વિસ્તારના લોકોની ગંભીર સમસ્યા ઉકેલવા જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળ રામપર ગામ ને જોડતો રસ્તો લાલપુર જામનગર ને જોડતો રસ્તો જામજોધપુર મોટી વેરાવળ ના રસ્તાની હાલત ખૂબ જ ગંભીર અને ચિંતાજનક હાલત થઈ રહી છે મોટી વેરાવળ રામપર ગામના આગેવાનો તેમજ જવાબદાર નાગરિકો દ્વારા જિલ્લા પંચાયત માર્ગ મકાન પંચાયત વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આ રોડ રસ્તાની થતી મુશ્કેલીનો સામનો ગામના લોકો કરી રહ્યા છે પરંતુ જામનગર પંચાયત જિલ્લા પંચાયત દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે રામપર વેરાવળ ગામના લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે મોટી વેરાવળ ગામના રહીશ કિશોરભાઈ બી નથવાણી દ્વારા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મોટી વેરાવળ રામપર ગામને જોડતો રસ્તો કે જે જામનગરથી પીપોટોડા જામજોધપુર ને જોડતો રસ્તો તેમજ જામનગર લાલપુર થી લોઢીયા ના પાટીએથી મોટી વેરાવળના પાટીયા સુધી ના રોડ રસ્તા ની હાલત ખૂબ ગંભીર છે અને અનેક વખત ગામે રજૂઆત કરવા છતાં જિલ્લા પંચાયતને આ ખાડા કામ કરેલા છે અને એક પણ નેતાનું સાંભળવામાં નથી આવતું. હવે આ રસ્તો દિન 30 માં જો નહીં કરવામાં આવે તો જિલ્લા પંચાયત માર્ગ મકાન કાર્યપાલક ઇજનેરની તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સંપૂર્ણ પણે જવાબદારી રહેશે તેઓ મોટી વેરાવળ ગામના રહીશ કિશોરભાઈ બી નથવાણી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કિશોર નથવાણીએ એવું પણ જણાવેલ છે કે જો દિન 30માં જામનગર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધીનગર ખાતે સચિવ શ્રી એ.કે. પટેલ સાહેબને લેખિતમાં રોડ રસ્તાના ફોટા સાથે ફરિયાદ રજૂઆત કરવામાં આવશે અને તે ફરિયાદમાં તેવું જણાવવામાં આવશે કે મોટી વેરાવળથી જામનગર જવાના રસ્તે અને રામપર ગામથી લાલપુર જામનગર જવાના રસ્તે એક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાનું વાહન ચલાવવામાં આવે કઈ રીતની મુશ્કેલી વેચવી પડે છે તેનો અહેસાસ થશે એટલા માટે દિન 30 માં મોટી વેરાવળ રામપર ગામના ગ્રામ્યના રોડ રસ્તાની જે ગંભીર હાલત છે તે રીપેરીંગ કરીને તાત્કાલિક અસર અધિકારી કરવા અખબાર યાદીમાં જણાવેલ છે.
0 Comments
Post a Comment