જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ હાલમાં ચાલતી કોવીડ ૧૯ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી Remdesivir Injectionની અછતના કારણે અમુક ઇસમો ઇન્જકશનોનુ ડુપ્લીકેશન તથા બ્લેકમાર્કેટીંગ કરી વેચાણ કરતા હોવાની આમ જનતામાંથી ફરીયાદો મળતી હોય આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટના શ્રી સંદિપસિંહએ પોલીસ અધિક્ષકશ્રી મોરબીના સુબોધ ઓડેદરાને આ બાબતે મોરબી જિલ્લામાં કડક અને અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.જાડેજા એલ.સી.બી. મોરબીનાઓ તથા સ્ટાફના માણસો ઉપરોકત કાર્યવાહી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ કોન્સ . સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને બાતમીરાહે હકિકત મળેલ કે , મોરબી શકિત ચેમ્બર -૦૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર -૦૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસ / દુકાન વાળો રાહુલ લુ વાણા તેના સાગરીતો સાથે મળી ભેળસેળયુ કત નકલી Remdesivir Injection નો જથ્થો રાખી કોરોના સંક્રમીત દર્દીઓ તથા તેના સગા વ્હાલાઓ સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઉચા ભાવે ઇજેકશનોનું વેચાણ કરતા રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી / લુવાણા રહે બન્ને મોરબી વાળાઓને કુલ -૪૧ નંગ Remdesivir Injection કી.રૂ. ૧,૯૬,૮૦૦ / તથા ઇન્જકશનોના વેચાણના રોકડા રૂપીયા- ૨,૧૫,૮00 / - સહીત ના જથ્થા સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી . પો.સ્ટે . ખાતે એ પાર્ટ ગુ.ર.નં .૦૯૩૪ / ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૨૭૪ , ૨૭૫,૩૦૮ , ૪૨૦,૩૪,૧૨૦ બી , તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ્ની કલમ -૩,૭,૧૧ , તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ , વિ . મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ તેમજ ઉપરોકત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઇન્જકશનો કયાંથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા આશીફભાઇ રહે . જુહાપુરા અમદાવાદ વાળા પાસેથી સદરહુ ઇન્જકશનો જથ્થો લાવેલાની હકીકત જણાવતા હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા વધુ નકલી ઇજેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ શહેર ડી.સી.બી પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફ આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી Remdesivir Injection નંગ -૧૧૭૦ કી.રૂ. પ ૬,૧૬,૦૦૦ / - તથા ઇન્જકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦ / - ના વધુ જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી . આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનુ જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇજેકશનના વધુ જથ્થા અંગે કાર્યવાહી કરવા રોકી રાખવામાં આવેલ હતી જે પૈકી સુરત ખાતે ગયેલ પોલીસ ટીમે કૌશલ વોરાની તપાસ કરતા હકિકત મળેલ કે , કૌશલ વોરાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખી ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ Remdesivir injection બનાવવાનું કામ કરતો હોય જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ મેળવી રેઇડ કરતા આ ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા રહે.અડાજણ . સુરત તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ રહે . મુંબઇ થાણવાળાઓ ડુપ્લીકેટ Remdesivir Injection બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઇન્જકશનો બનાવતા અન્ય પાં ચ ઇસમો સાથે ઝડપાઇ જવા પામેલ હતા . આ ફાર્મહાઉસમાં આરોપીઓના કન્જામાં થી Remdesivic Injection નંગ -૧૬૦ કી.રૂ. ૭,૬૮,૦૦૦ / - તથા ઇન્જકશનો વેચાણના રોકડા રૂપીયા રૂપીયા ૭૪,૭0,000 / - તથા લેપટોપ નં -0૧ કી.રૂ. ૧,૭૫,000 / - તથા ડીજીટલવજન કાં ટા , કીમ્પીન મશીન , Remdesivir Injection ના સ્ટીકરો નંગ -૩૦,૦૦૦ , તથા ખાલી બોટલો , બોટલ બુ ય તથા ઇનોવા કાર વિગેરે સાથે મળી આવેલ છે . તેમજ તેઓ આ બનાવટી ઇન્જકશનમાં ગ્લ કોઝ અને મીઠું ક્રશ કરીને નખતા હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્લા પામેલ છે . આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ Remdesivir Injection ના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કાર માં સીરાજખાન ઉર્ફે રાજુ પઠાણ વાળો Remdesivir Injection નંગ -૨,૦૦૦ / કી.રૂ. ૯૬,00,000 / - નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે તેમજ ઉપરોકત રેઇડ અંગે મોરબી સીટી બી ડીવી . પો.સ્ટે.માં ગુનો રજી . થયેલ હોય જે ગુનાની તપાસ હાલે શ્રી જે.એમ.આલ પો.ઇન્સ . એસ.ઓ.જી.મોરબીનાઓ ચલાવી રહેલ છે.

 પકડાયેલ આરોપીનું નામ સરનામું


૧. રાહુલ અશ્વિનભાઇ કોટેચા / લુ વાણા રહે રવાપરગામ , શું નડારોડ ૪૦૨ લોટસ -૦૨ તા . જી . મોરબી ૨. રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી / લુ વાણા રહે મોરબી નવલખી રોડ , સેન્ટમેરી સ્કૂલ પાસે , 3. મહમદ આસીમ ઉર્ફે મહમદઆશીફ સ . / ઓ . મહમદઅબ્બાસભાઇ પટણી રહે . અમદાવાદ જુહાપુરા ૪. રમીઝભાઇ સૈયદહુશેન કાદરી રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સોસાયટી ૫. કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા / જૈન રહે . સુરત ૨૧૬ ગ્રીન ઓડીના આનંદમહેલ રોડ અડાજણ ૬.પુનિતભાઇ ગુણવંતલાલ શાહજૈન રહે . મુંબઇ બી / ૦૧ પુનમ કલસ્ટર 0૧ બાલાજી હોટલ પાસે.

પકડવાના બાકી આરોપીનું નામ સરનામુ


૧.સીરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ રહે . કતારગામ સુરત , ૨.કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતી રહે . ભરૂય મચ્છીવાડ શુકલતીર્થ.

પકડાયેલ મુદામાલની વિગત


૧. ભેળસેળયુ કત નકલી Remdesivir Injection નંગ -૩૩૭૧ કી.રૂ. ૧,૬૧,૮૦,૮૦૦ / ૨.ઇન્જકશન વેચાણના રોકડા રૂપીયા -૯૦,૨૭,૫૦૦ / ૩. મોબાઇલ નંગ -૦૯ કી.રૂ. ૧,૫૦,૦૦૦ / ૪. ખાલી શીશીઓ ( વાયલ ) નં -૬૩,૧૩૮ કી.રૂ. ૭,૫૭,૬૫૬ / ૫.શીશીઓને મારવાના બુ ચ નં -૬૩,૧૩૮ / - કી.રૂ. ૧,૮૯,૪૧૪ / ૬. એપલ કંપનીનું લેપટોપ નં -૧ કી.રૂ. ૧,૭૫,૦૦૦ / ૭.ગ્સ કોઝ પાવડર બેગ નંગ -૪૦ કી.રૂ .૮,૦૦૦ / ૮. Remdesivir Injection લખેલ સ્ટીકના પાના નંગ -૨૬ ર કી.રૂ. ૭૮,૬૦૦ / ૯.વજન કાંટા નંગ -૦૪ કી.રૂ. ૩૬૦૦ / ૧૦. ઇનોવા કાર કી.રૂ. ૮,૦૦,૦૦૦ /

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓઃ


શ્રી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા આર.પી.જાડેજા પો.સ.ઇ. વાંકાનેર તાલુકા પોસ્ટે . તથા એલ.સી.બી.મોરબીના ASI રજનીકાંત કૈલા , સંજયભાઇ પટેલ HC સંજયભાઇ મૈયડ દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , પૃથ્વીરાજસિંહ જાડેજા જયેશભાઇ વાઘેલા , મયુ રસિંહ જાડેજા , જયવંતસિંહ ગોહિલ ચંદ્રકાંતભાઇ વામજા દશરથસિંહ ચાવડા તથા PC ભગીરથસિંહ ઝાલા , નિરવભાઇ મકવાણા , ન દલાલ વરમોરા , ભરતભાઇ મિયાત્રા , બ્રિજેશભાઇ કાસુન્દ્રા વિક્રમભાઇ કુગશીયા , અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે . કામગીરીમાં મદદ કરનાર અધિકારી / કર્મચારીઓ શ્રી ડી.પી.ચુડાસમા એ.સી.પી. તથા જયેશ ચાવડા પો.ઇન્સ . તથા એ.પી.જેબલીયા પો.સબ.ઇન્સ . ક્રાઇમ અમદાવાદ શહેર તથા શ્રી આર.આર , સરવૈયા એ.સી.પી. તથા આર.જે.ચૌધરી પો.સબ.ઇન્સ . ક્રાઇમ સુરત તથા તેઓ બન્નેની પોલીસ ટીમ