જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના નાગનાથ ગઈટ વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી જાતિ પ્રતે હડધૂત કરાયો હોવાની ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં ત્રણ દરવાજા નજીક મહેશ્વરી ચોકમાં રહેતા ખેરાજ દેવશીભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે અસગર ઉર્ફે અસુડો મોહમ્મદ હુસેન મકવાણા, આફતાબ ઉર્ફે અકુડો મહંમદ હુસૈન મકવાણા, ફિરોજ ઉર્ફે ફીરિયો મામદ હુસેન મકવાણા અને કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે 324, 504, 506(2), 114 તથા એસ્ટ્રોસિટી એકટની કલમ 3(1)આર, 3(1)એસ, 3(5-એ) તથા જીપી એક્ટ કલમ 135 (1) હેઠળ ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.