જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં ગઈકાલે રિસામણે બેસેલ પત્નીને સમજાવીને ઘરે લાવી પતિએ જીવલેણ હુમલો કરી નાસી જતા ઘાવેયલ પત્નીને સારવાર હેઠળ ખસેડી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે હુમલાખોર પતિની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં વૃંદાવન-એક શેરી નંબર ચારમાં રહેતી જલ્પાબેન પ્રતિકભાઈ ચિતારાએ પ્રતિક ચિતારા નામના શખ્સ સાથે ચાર વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા બાદમાં નસેડી પતિ પ્રતિક ઘરમાં ઝઘડા કરી અવારનવાર મારકૂટ કરતો હોય જેથી જલ્પાબેન પોતાના માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. પરંતુ એક મહિનાથી રિસામણે બેસેલ જલ્પાબેનને ગઈકાલે પ્રતિક ફોસલાવી સમજાવીને સમાધાન કરી ઘરે પરત લાવ્યો હતો પરંતુ બાદમાં ફરીથી પોતાના લખાણ દેખાડી મારકૂટ કરી માથાના ભાગે દસ્તા તેમજ તવીથા વડે જીવલેણ હુમલો કરતા જલ્પાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘવાયેલ હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવી હતી બાદમાં પત્ની દ્વારા પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં નાસી ગયેલ પતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.