છેવાડા સુધી પહોંચવાની તમન્ના રાખનાર સરકાર પગલા લઇ છેવાડા સુધી મફત પુરતુ અને પૈસા દઇને જાહેરાત મુજબ બધુ અનાજ કા દરેક ગરીબ સુધી પહોંચતુ નથી??

હિસાબ કે બીલ આપવામાં આવતું નથી, તેમજ માલનો જથ્થો પુરતી આપવામાં આવતો નથી, જથ્થાનુ બોર્ડ નથી, લગાવતા તોલમાપ પ્રમાણપત્ર રીન્યુ નથી હોતા લેપટોપ કે કોમ્પ્યુટર નથી, હોતા લોકોને ઓછો માલ આપી રવાના કરી દે છે, દુકાનો સમયસર ખુલતી નથી, પુરતો સ્ટાફ રાખતા નથી, પીવાનુ પાણી છાયડો રાખતા નથી, હવે તો રાસનકાર્ડ ધારકોની મુશ્કેલી સમજીને નવી સસ્તા અનાજની દુકાન ખોલો: જામનગર ગ્રાહક સુરક્ષા મંડળની સનસની ભરી રજુઆત

વોર્ડની અનિયમિતતા ઉપરાંત પુરવઠા  ગોડાઉનની પણ ઘણી બાબતો બહાર આવનાર છે જેમાં ગોડાઉનથી  સો ટકા જ્થ્થો સમયસર ડોર સ્ટેપ ડીલેવરીમાં  શુ ખામી રહે છે? ગોડાઉનમાં માલ ઢોળાય, ભરાય, જોખાય તેમાં શુ ખામી છે? વાહનો કેટલા છે? વગેરે સહિત ચોંકાવનારા મુદાઓ બહાર આવી રહ્યા છે 

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

જિલ્લા પુરવઠા કચેરી મામલતદાર કચેરી અલબત કલેક્ટર કચેરી હેઠળ આવતા રેશનીંગ વોર્ડ સસ્તા અનાજની દુકાનોની અનેક અનિયમિતતા ઓ જે ઇન્સ્પેક્શનમાં આવતી નથી તે બાબતે હવે સરકારમાં મીનીસ્ટરો સચીવો સ્વાગત ફરિયાદ સી એમ ડેસ્ક બોર્ડ વગેરેમાં જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના જાગૃત મંત્રી કિશોરભાઇ મજીઠીયા જેમની અરજી ઉપર જામનગરની કચેરીઓને કામ કરવાનો સમય ન મળ્યો એમ નહી અરજી જ ગુમ થઈ ગઈ બોલો ઉચ્ચ કક્ષાએ થયેલી આ રજુઆત જોઇએ તો જામનગર શહેરમાં પુરવઠા તંત્રની મીઠી નજર સાથે જે સસ્તા અનાજના મોટા દુકાનદારો છે મોટા માથાઓ કે વધારે રેશનકાર્ડ ધરાવે છે તેવા સસ્તા અનાજના દુકાનદારો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી થતી નથી અમારી સંસ્થાએ આ અગાઉ પણ તારીખ 07-04-2022, 18-05- 2022, 08-07-2022, 25-07-2022ના રજુઆત કરેલ છે. પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કોઈપણ કારણોસર પગલા લીધેલ નથી.

ઉપરાંત મોટાભાગે તમામ દુકાન ધારકો દ્વારા જે રૂપિયા વસુલવામાં આવે છે તેનો કોઈ હિસાબ કે બીલ આપવામાં આવતું નથી. તેમજ માલનો જથ્થો પુરતી આપવામાં આવતો નથી, જથ્થાનુ બોર્ડ નથી લગાવતા તોલમાપ પ્રમાણપત્ર રીન્યુ નથી હોતા લેપટોપ કે કોમ્પ્યુટર નથી હોતા લોકોને ઓછો માલ આપી રવાના કરી દે છે દુકાનો સમયસર ખુલતી નથી, પુરતો સ્ટાફ રાખતા નથી, પીવાનુ પાણી, છાયડો રાખતા નથી વગેરે અનેક ખામી આવા દીનદયાળ ગ્રાહક ભંડારો પંડીતજીની આત્મા ને દુખ પીડા પહો્ચાડતા હશે ને? જવાબદારો બધા જ આ જાણે છે હો? સરકાર જાહેરાત આપે જથ્થા રીલીઝ કરે માલ વોર્ડમાં પહોંચાડે પરંતુ છેવાડા સુધી પહોંચવાની તમન્ના રાખનાર સરકાર પગલા લઇ છેવાડા સુધી મફત પુરતુ અને પૈસા દઇને જાહેરાત મુજબ બધુ અનાજ કા દરેક ગરીબ સુધી પહોંચતુ નથી? સરકારી નિયમ મુજબ 1500 થી વધુ રેશનકાર્ડ ધરાવતા દુકાનદારોના એરિયામાં નવી સસ્તા અનાજની દુકાન ખોલવાની કાયદાકીય જોગવાઈ હોવાનું જણાય છે. 

વધુમાં જણાવવાનું એક વર્ષ થયા જાહેરાત આપી નવી દુકાન ખોલવા માટેના ફોર્મ પણ ભરાઈ ગયા છે તેમ છતાં પણ મોટા માથાની કમાવવા માટે હજી સુધી એક પણ દુકાન ખોલવામાં આવેલ નથી સરકારી નિયમ મુજબ 90 દિવસમાં સસ્તા અનાજની નવી દુકાન ખોલવાની અને મંજૂરી આપવાની હોય તેવી કાયદાકીય જોગવાઈ હોય છે પરંતુ થી જામનગર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાગતા વળગતા દુકાનદારોને આર્થિક લાભ આપવા માટે હજી સુધી કોઇપણ સસ્તા અનાજ ની નવી દુકાનો ખોલવામાં આવેલ નથી. આથી રેશનકાર્ડ ધારકોને દૂરના સ્થળે રાસન લેવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જ્યારે રાસન લેવા જાય ત્યારે કાં તો જથ્થો ખલાસ હોય છે અથવા દુકાન બંધ હોય છે આથી રેશનકાર્ડ ધારક ગરીબ મજૂરો ધક્કાથી કંટાળીને રાસન લેવાનું ટાળે છે આનો સીધો આર્થિક લાભ દુકાનદારોને જ મળે છે.

આથી સંસ્થાની રજુઆતો ધ્યાને લઇ તાકીદની અસરથી વધુ રેશનકાર્ડ ધરાવતા શહેરામાં દરેક સસ્તા અનાજના દુકાનદારો સામે પગલાં લઇ તેમજ રાસન કાર્ડ ધારકોની સરળતા માટે ૧૫૦૦ થી વધુ રેશનકાર્ડ ધરાવતા શહેરના દરેક એરિયામાં એક માસની અંદર નવી રેશનકાર્ડ ની દુકાન ખોલી ગ્રાહકોનું હિત જાળવવા જરૂરી કાર્યવાહી કરવા હુકમ કરવા વિનંતી તેમજ કરેલ કાર્યવાહીની જાણ અમારી સંસ્થાને કરવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠીયા એ જણાવ્યુ છે.

પેલા સંવેદનશીલ ભાઇ કહે છે કે રૂપીયો મોકલીએ તો સવારૂપીયાનુ વિકાસ કામનુ જનસુવિધા માટેનુ વળતર મળે છે. પરંતુ સાહેબ અહી તમે બાચકાના થપ્પા મોકલો છો પણ લોકોને તો ભીખારીની જેમ ઉપકાર કરતા હોય તેમ જેવુ તેવુ ને થોડુ થોડુ મળે છે વળી દાઢી વાળા સાહેબતો ગરીબો માટે બે મહીના ફ્રી અનાજ આપવાનુ કહી રહ્યા છે તે આવી ગયુ પરંતુ તેમને રાજ્યોના મુખ્મંત્રીઓ જિલ્લા કલેક્ટરોને ન કીધુ કે આ ફ્રી અનાજ તમામ પાસે પહોંચે તે જોજો કે દિવસના ટ્રેકીગ ટેસ્ટીગ ટ્રીટમેન્ટને કઢાઇ કઢાઇ કરે છે ને સરકાર મસ મોટી જાહેરાત આપે છે કે ગરીબોની પડખે સરકાર ફ્રી અનાજ વિતરણ તો ઇ સરકારના જ ચુંટાયેલા ચિંતા નથી કરતા ગરીબોને પેટની આગ નહી ઠરે તો જવાળા મુખી ફાટશે ત્યારે શુ થશે? શાસન પ્રશાસન સસ્તુ અનાજ ન અપાવી શકે પુરતુ અને સારૂ તો બીજી શુ આશા રાખવી? વગેરે અનેક સવાલ આક્ષેપ આક્રોશ ચર્ચા ટીકાઓ જાગી છે.

ગુલાબનગર વોર્ડ નંબર અગીયારમાં બીલ નથી અપાતા કાં તોકે પ્રિન્ટર નથી બગડી ગયુ પણ બહેનો કે  છે કે ક્યારેય બીલ નથી આવતા સંચાલક સામે છેલ્લા દાયકામાં અનેક ફરિયાદ છતા પગલા નહી એક વખત જેવા તેવા પગલા લીધાનુ અમુક જાણકારોએ ઉમેર્યુ છે. આ સસ્તા અનાજ દુકાનમાં તોલમાપ ખરાય નિયમીત થતી ન હોવાની ચર્ચા થાય છે. આ વોર્ડમાં ભાવ પત્રક સ્ટોક પત્રક નથી અનેક લોકો ફરિયાદો કરતા વેદના ઠાલવતા ઉભા હતા દુકાને છતા દુકાનદાર મચક નતા આપતા (લોકો કહે પીઠબળ છે કા કોક તેના આકા છે ને વિરોધ કરનાર ને ડામી દેવામા માહિર છે તેમજ રેવન્યુના જાણકારોના મતે તેને પુરવઠા વિભાગે વર્ષોથી પાળ્યો પોસ્યો છે જે પીડા લોકો ભોગવે છે આ વાતમાં સાચુ શુ તે તપાસનો વિષય છે) એક બહેન કહે ઘણા માલ લઇ જાય પછી વેચે છે પણ અમારે તો હાડલા હડીયુ કાઢે છે એટલે પરિવારને ખવડાવુ શુ ત્યારે જે તે વખતે ઘઉ ૨ રૂપિયાના બદલે ૧૦ ના કીલો વેચે છ કોઇ પુછનાર નથી. માટે જ ગરીબ લોકોની જાગૃતિ અને ડેપ્યુટી મેયર પરમારની જાગૃતિથી હોબાળો થયો તો બધુ બહાર આવ્યુ કોઇ ને બીલ તો ન આપે ઉપરથી માલ ઓછો દઇ કાર્ડમાં પુરો લખી નાખે તેમ એક બેન બોલ્યા પુરવઠા વાળા ઘઉ નથી આપતા કેમ કહી લોકોને તગેડે છ પણ પુરવઠા ગોડાઉનમાંથી તો પુરતો માલ અપાયો જ છે. ઘણા ને ફ્રી માલ ને પૈસા વાળા માલની ખબર ન હોય પરંતુ બધો ઉધારાય જાય છે તેમ અમુક કહે છે દુકાનદાર કહે અમે પુરો માલ આપીએ જ છીએ કોઇ ફરિયાદ નથી હા બીલ આપવુ ફરજીયાત છે પણ પ્રિન્ટર બગડી ગયુ હતુ તે જેતે દિવસે (ખરેખર આવા ઘણા વોર્ડ છે જ્યા પ્રિન્ટર હોતા જ નથી બીલ અપાતા નથી ઇન્સપેક્શન થતા નથી અને થાય ત્યા બીજા કામસર વીઝીટ થાય છે તેવા આક્ષેપો જાણકારો કરે છે) લોકો ના પગે પાણી ઉતરે છ વારો આવે તો ઓછોમાલમળે છ ભાવ વધુ લે છ ક્યારેય પુરતો માલ ન આપે તોય દુકાનદાર ઠંડા કલેજે પોતાનૌ જ પક્ષ રાખે છ કે ના કોઇ ફરિયાદ નથી અરે ભાઇ તમે સાંભળો છો તેમ લોકો ફરિયાદ કરે છે વેદના ઠાલવે છે ડેપ્યુટી મેયર ખુદ કહે છે તો કઇક તો શરમાવ કે હા ફરિયાદ કરે છે તેમ તો કહો પણ ના હમ નહી સુધરેંગે ની નિતી તંત્રના પીઠબળ થી જાળવી રાખી છે.

હવે તંત્ર નહી જાગે તો લોકો કાયદો હાથમા લેશે કેમકે પેટની આગ મુકે કોઇને? કેમકે હજુ ઘણી સ્ફોટક બાબતો બીજી પણ આ દુકાનદારની આવી રહી છે જેમા "વ્યવહાર" "સાંઠગાંઠ" " મિલિભગત" વગેરેનો પર્દાફાશ થવાનો છે જેનીખરાઇ કરાવાઇ રહી છે જે માટે ઠોસ અને અંદરના સુત્રો સક્રિય છે માટે યહ અંદરકી બાત બહાર આવી શકે છે.

આ ગુલાબનગરની હાલની સ્થિતિ કોનો કેટલો ભાગ, કોણ સંચાલક પાછળથી, કોનો ભાગ પુરવઠા રેવન્યુમાં, અને રાજકીય રીતે કોઇ છાવરે છે? બધુ જ સર્વે બાદ ગરીબોના હિતમાં થશે જાહેર સનસનીભેર રિપોર્ટ તેમ સુત્રો માહિતી અને હવે તો પુરાવા પણ કદાચ મળી જાય તો? અને આ ઉપરાંત બીજા વોર્ડના સંવાલકો જેઓ ગેરરિતી કરે છે તેઓ અંગે સરનામા  નમ સહિત વિગત બહાર આવનાર છે. 

જનપ્રતિનિધી પણ એકવાર દોડી ગયેલા

બીજુ એક જાહેર થયેલુ તે મુજબ એક જન પ્રતિનિધી રેશન વોર્ડની દુકાને ધસી ગયા હતા એમકે દોડી ગયા જોકે ફરજ સમજી ને ગયા હતા, ગુલાબનગરમાં એક રેશનવોર્ડના પ્રશ્નો ઘણા હતા તો ડેપ્યુટી મેયરે જનતા રેડ કરી હતી હવે સમશ્યા એ જ હોય તો તેઓ રોજ થોડા નવરા હોય? ને હોદાની ગરીમા મુજબ વારે વારે જાય તો કોઇ અવળા અર્થ લે તો? બધુ વિચારવુ પડે કઇ સહેલુ નથી રાજ કરવુ ભાઇ...!!!

જુની વાત ગયા વરસની યાદ કરીએ તો... "જેને કહેવુ હોય તેને કહો રેશનવોર્ડ સંચાલકનો હુંકાર સાથે પડકાર" ફેંકતા ડેપ્યુટી મેયર દોડી ગયા હતા પરંતુ લોકો કહે સસ્તા અનાજની હાલાકી જૈસે થે જ છે જોકે ડેપ્યુટી મેયરે તંત્રને હચમચી મુક્યુ હતુ અને ખાસ્સો સમય ફાળવ્યો હતો. લોકો એ તેમને કહેલુ ત્યારે કે અમને એક તો માલપુરો નથી મળતો પુછીએ કે કઇ કહીએ તો વોર્ડ દુકાનદાર એમ કહે છે તમારે જેને કહેવુ હોય એને કહો વગેરે હુંકાર સાથે તંત્રને પડકાર ફેંકે છે આ વેદના છે ગુલાબનગરના ગરીબ પરિવારના રેશનકાર્ડ ધારકની જેને સસ્તા અનાજનો માલ કાકલુદીને આજીજી કરવા છતા નથી મળતો આ જ વિસ્તારના અનેક બહેનોએ વેદના ઠાલવી હાલાંકી વર્ણન સાંભળતા આંખમાં આસું આવે અને દુઃખ કેનાર વલોવાતા હોય તેવી દયનીય સ્થિતિ ગરીબોની જોઇ જાગતા પ્રહરી તરીકે આ ગેરરીતી ઉજાગર કરવી ખુબ જરૂરી થઇ પડી આ વોર્ડ ધારક સામે તેમજ શહેરના અનેક બીજા દુકાનદારો સામેની  આવી અનેક ફરિયાદો છે. 

ગુલાબનગર વોર્ડ નંબર ૧૧માં સસ્તા અનાજ વોર્ડનુ સંચાલન કરે છે વર્ષોથી તેમની સામેની ગરીબ લોકોની ફરિયાદ હોવા છતા પુરવઠા અધીકારી પુરવઠા ઇન્સ્પેક્ટરો નાયબ મામલતદાર કે મામલતદાર કોઇ જ પગલા કેમ નથી લેતા તે પ્રશ્ન વચ્ચે સ્થળ ઉપરની લોકોની પીડા જોઇએ સાંભળીએ તો હ્રદય દ્રવી ઉઠે તો સરકારી અધીકારી કે પ્રજા પ્રતિનિધીઓ શા માટે ગરીબ લોકોની મદદે આવતા નથી તે સવાલ છે શહેરમાં શાસક વિપક્ષ તાલુકામાં ગામડમાં ક્યાંય આ વ્યાપક પ્રશ્ન મુદ્દે કોઇ અવાજ નથી ઉઠાવતા? પુરવઠા તંત્ર પણ જતુ કેમ નથી? આળસ તોનથી બીજુ કારણ છે અને તે હર્યુ ભર્યુ કારણ છે વળી પ્રેસનોટ પણ નથી આપતા કે લોકોને આટલુ અનાજ આ ભાવથી બીજુ આટલુ ફ્રી મળશે ને બોર્ડ પણ નથી મુકાવતા તેમજ નહી ભાવપત્રક નહી સ્ટોકપત્રક ગરીબોને ઉડાવ જવાબ વગેરે આ ગુલાબનગર વાળા વોર્ડની જોહુકમી જાણી ડેપ્યુટી મેયર તપન પરમાર દોડી ગયા હતા પરંતુ લોકોને સુખદ અનુભવ થવાનુ હજુ છેટુ લાગે છે.

પુરવઠા ગોડાઉન રામના રાજ? તો વળી ડુપ્લીકેટ અંગુઠા ને સોફ્ટવેર ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાઠા વીજીલન્સમાં અપાશે

તેમજ  પુરવઠા  ગોડાઉનની પણ ઘણી બાબતો બહાર આવનાર છે જેમાં ગોડાઉનથી સો ટકા જ્થ્થો સમયસર ડોર સ્ટેપ ડીલેવરીમાં શું ખામી રહે છે? ગોડાઉનમાં માલ ઢોળાય ભરાય જોખાય તેમાં શુ ખામી છે? વાહનો કેટલા છે? વગેરે  સહિત ચોંકાવનારા મુદાઓ બહાર આવી રહ્યા છે ગોડાઉન મેનેજર વારંવાર લેટર લખે છે ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાક્ટર ને કે આપણે સો ટકા ડીલીવરી નથી કરી શકતા તેનુ કારણ છે અપુરતા વાહન અને પ્લાનીંગ નો અભાવ ઉપરાંત ગોડાઉનમાં ઢોળાતો જથ્થો વજન કાંટા ઉપર ઉભી થતી શંકા અમુક વાહન સીધા જ ક્યાં ક્યાં જાય છે? કોઇ ચેકીંગ નહી કેમકે એક તો જેને કોન્ટ્રાક્ટ મળ્યો હોય તે કેપેબલ જ હોય તે કામ કરે પેટામા આપે કે શરત મુજબ વાહન ટાઇમીંગ સુવિધા સર્વિસ ન હોય ત પણ કઇ કહેવાય નહી મેનેજર તો લેટર લખી છુટી જાય ફાઇલમાં રાખી દેતા હોય ને? ત્યાં પેકીંગ થાય ત્યારે પચાસ પચાસ કે સો સો ગ્રામ કાઢતા જઇએ તો પણ કેટલો જથ્થો વધે? આ તો એક વાત છે આવુ થાય નહી અને વોર્ડ વાળા વજન કરે? બોલે કે ઓછુ છે? બો લે તે બે ખાય ભાઇ હવે આ કટકી કરેલ જથ્થો ક્યા જાય? વોર્ડના માલ કઇ ઘંટી ને ક્યાં કરીયાણા દુકાન ને ક્યાં બહારગામ જાય? તે જાણવુ રસપ્રદ બની રહેશે સુત્રો શો ધે જ છે સાથે  ડુપ્લીકેટ અંગુઠા વાળી મોકાણને ડુપ્લીકેટ સોફ્ટવેરનુ કૌભાંડ ભેદવાની જરૂર છે જો વિજીલન્સ રેડ પાડવા તૈયાર હોય તો ઘણા જાણકારો નામ આપશે તેમ કહેતા હતા તેમને રક્ષણ મળે તો જ.

ખુબ જ સધ્ધર અને પંકાયેલા રેશનવોર્ડ ધારકોના વિસ્તારો જાણો, પછી નામ પણ આવશે, દલાલો વિશે વચેટીયા વિશે જાણો, કેવી રીતે થાય છે ગોબાચાળી? કેવી રીતે થાય છે ભાગ કે લાગો ટકો ભેગો?? અનેક સવાલ ઉઠ્યા છે

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠીયાએ તેમને મળતી ફરિયાદો મુજબ વિસ્તાર સાથે રેશન વોર્ડના નામ જણાવ્યા છે તેમા નદીપા વિસ્તાર, અંબાજીનો ચોક વિસ્તાર, જુની અનુપમ અપ્સરા ટોકીઝ સામે, નવાગામ ઘેડ વિસ્તાર, ભાવસાર ચકલા વિસ્તાર, ગુલાબનગર, ગોકુલનગર, જનતાફાટક, રણજીતનગર, બેડેશ્ર્વર વગેરે વિસ્તાર સહિતના વિસ્તારોનો પ્રથમ તબક્કામાં સમાવેશ કરાયો છે હજુ ફરિયાદો મળવાનુ ચાલુ જ હોઇ તે પ્રસિદ્ધ થતી રહેશે આ ફરિયાદો મળી છે કિશોરભાઇને તે વોર્ડવાળા ગરીબોને હેરાન કરતા હોય કિશોરભાઇ એ પોતાના અધીકૃત ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ જિલ્લા પુરવઠા અધીકારી જેઓ હોદાની રૂએ જિલ્લા ગ્રાહક અધીકારી પણ છે તે ફોન ઉપાડતા નથી લેખીત અરજી કરે તો કે મને મળી નથી કચેરી ના ૦૨૮૮૨૫૫૩૮૯૭ નંબર પર ફોન કાયમ નો રીપ્લાય થાય મૌખીક લેખીત ફરિયાદ કેમ કરવી? એ સવાલ છે. હવે પુરવઠા તંત્ર જેમની આ જવાબદારી છે છતા લોકોને સો એ સો ટકા વિતરણ કરાવી શકતા નથી તેમને નામ વિસ્તાર અને શુ ગોબાચાળી ત્યા થાય છે તેમને સંચાલકના નામ સાથે પ્રસિદ્ધ કરી પહોંચાડીશુ અને રાહ જોઇશુ કે ગરીબો માટે કઇ પગલા લે છે? નહિતર સીએમ સ્વાગત તેમજ વીજીલન્સ તેમજ એસીબીને જાણ કરી જે ત્રિપુટી ઉઘરાણા કરી ત્યાં પહોંચાડે છે તેમના નામ હુલામણા નામ સાથે અને ત્યારબાદના આગળના પ્રકાશનમા રકમ સાથે વિગત અપાય તે રીતેની માહિતી સુત્રોમાથી મળી રહી છે તેની ખરાઇ કરવા વોચ અને આધાર ભેગા કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવશે જે મા અનેક વોર્ડ ના કાર્ડ ધારકોમાથી કોક કોક એ જે રેકોર્ડીંગ કર્યા છે રૂબરૂ તેમજ અમુક ફોન રેકોર્ડીંગ પણ છે દલાલોએ ફોનમાં આવી કોઇ વાત કે સંકેત કે ઇશારા કરવાની ખાસ કરી પુરવઠા  કચેરીના કર્મચારી તેમજ રેશન વોર્ડ વાળાવ એ મોબાઇલમા વાત કરવાની મનાઇ કરી છે છતાય કોક કોક એવુ પુછ્યા રાખે છે કે તારી પાસેથી કેટલા લીધા? વધુ લીધા? મારી પાસે ધરાર ખંખેર્યા યાર નફામા નુકસાની હવે ડાયરેક્ટ કરીએ તો ના ઓફીસ વાળા જેનો ભરોસો કરે એનો જ કરશે આપણે શુ વાંધો? હાલવા દો ને? બહુ વધારે ન દેવા હવે મફત વાળો જથ્થો ઓછો થય ગયોને? ને હા પેલાએ જે રેશન કાર્ડના અંગુઠા બનાવ્યા હતા ને ફલાણો ડુપ્લીકેટ સોફટવેર વાપરે છે તેને જરાક કે ને દાણો દબાવ ને? ઇ ક્યે છ કે એક હારે જાજા કરીશુ તો આખે ચડશુ વારો આવશે બધાનો પણ એડવાન્સ લેશે હો? હા હા ફાયદો થાય તો વાંધો શુ? વગેરે વગેરે અનેક ચર્ચાઓ ચાલે છે પરંતુ આ ગપગોળા છે કે સાચુ તે માટે સુત્રો કામે લાગી ગયા છે ત્યાર બાદ સત્ય સામે આવે ત્યાં સુધી આ સંવાદ ને માન્યતા ન મળે કેમકે સૌ નુ જોવાનુ છે કેમકે અમુક ખોટે ખોટા નંદવાય પણ ન જોવા જોઇએ તે જવાબદારીની બાબત છે હા એક વાત રહી ગઇ તે એ છે કે ઘણા ને પોતાની જ કરીયાણા ની દુકાન છે એટલે પેલી દરીયાની માછલી જેવુ છે. દ્યો ધુબાકા સાહેબ  આપણા જ છે રાખે છે પણ વારે વારે સરકારી કામ કાર્યક્રમ કે બીલો ભરવાના ખર્ચાય બહુ કરાવે છે...!!! આ વળી નવુ આની તપાસ જુદી કરવી પડશે બાદમા સાચુ કે ખોટુ ખબર પડે ને? પાયા વિહોણા આક્ષેપ કરવા યોગ્ય ન કહેવાય માટે તપાસ જરૂરી છે કેમકે બધા થોડા ચોર છે? ઘણા પારદર્શી પણ છે તેમનો શું વાંક? પરંતુ એક વાત છે કે રેશનકાર્ડ ધારક ગરીબો જે કહેતા હોય તે સાચુ તો હોય જ તેઓ તેમની મુશ્કેલી રજુ કરે છે બળાપો કાઢે છે માટે આ આક્ષેપો માનવા આપણે પ્રેરાય જઇએ અને સમથીંગ ઇઝ ગોઇંગ રોંગ ની આશંકા પ્રબળ બને છે.