જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ નજીક શનિવારે રાત્રે ડીઝલ-પેટ્રોલ ભરેલા એક ટેન્કરના ટાયરમાં ઘર્ષણ થવાના કારણે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેટી મોટી દુર્ઘટના ટળી હતી. 

મળતી વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ વાડીનાર નજીક એક ખાનગી કંપનીમાંથી જીજે 23 વાય 8491 નંબરનું ટેન્કર 14 હજાર લીટર પેટ્રોલ તેમજ 10 હજાર લીટર ડીઝલ ભરીને અશોકભાઈ કનુભાઈ ગંગાધરની માલિકનું ડ્રાઇવર દિનેશભાઈ લક્ષમણભાઈ રબારી જામનગરથી આણંદ ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે શનિવારે રાત્રે બેડ ટોલનાકા પાસે એકાએક પાછલાં ટાયરમાં ઘર્ષણ થવાથી અકસ્માતે આગ લાગી હતી. બાદમાં બાજુમાંથી પસાર થનાર વ્યક્તિએ જાણ કરતા લક્ષમણભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલીક ફાયર સ્ટાફ ચીફ ઓફિસર કે.કે. બિશ્નોઈ તથા આસી. અધિકારી સી.એસ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દોડી જઈ ટાયરમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી. સમયસર ફાયરનો સ્ટાફ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.