જામનગર જીવ સેવા ફાઉંડેશન - જામનગર સંસ્થા દ્વારા તા. 2/1/2022 રવિવાર ના રોજ એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં રખડતા શ્વાનો માટે આશરે 100 થી વધુ ગાદલીઓ બનાવવામાં આવી હતી અને એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા બીજા અનેક સેવા ના કાર્યો જેમ કે ઘાયલ પશુ-પક્ષીઓ ની પ્રાથમિક સારવાર અને રેસ્ક્યુ કરવામાં આવે છે તથા કોઈ પણ દર્દી માટે રક્ત ની જરૂર પડતાં રક્તદાતા ની સગવડ પણ કરી દેવામાં આવે છે. 

સર્વે જામનગર ની જનતા ને આ સેવા કાર્ય માં જોડાવા આમંત્રણ છે જેથી આપણે સૌ મળીને અબોલ તથા નિરાધાર પશુ-પક્ષીઓ ને મદદરૂપ થઈ શકીએ.