તસ્વીર : સુનિલ ચુડાસમા 
જામનગર મોર્નિંગ - જામનગર : જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન-દરેડ, ફેસ-2, જામનગર ખાતે ગઇકાલે સવારના 9-00 વાગ્યાથી સાંજના 5-00 વાગ્યા સુધી ચૂંટણી યોજવામાં આવી છે  આ ચૂંટણીમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દિનેશભાઇ ડાંગરીયા, રાજુભાઇ ચાંગાણી, વિનોદભાઇ પટેલ, ચંદ્રકાન્ત બકરાણીયા, અશોકભાઇ દોમડીયા, મનસુખભાઇ ચૌહાણ, રમેશભાઇ વિરમગામા, તુલસીભાઇ મુંગરા, અનિલભાઇ પરમાર, વિપુલભાઇ હરીયા, રાજુભાઇ સોલંકી, કિશોરભાઇ ભુત, ગોકળભાઇ રામાણી, હરેશભાઇ રામાણી, જેન્તીભાઇ માધાણી, બટુકભાઇ પરસાણા, અશ્વીનભાઇ નંદાણીયા, દિનેશભાઇ નારીયા, આનંદભાઇ અડાલજા, હેમતભાઇ કનખરા, વિશાલભાઇ લાલકીયા વિગેરેએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વિકાસ પેનલના ઉમેદવારોમાં દિનેશભાઇ ચાંગાણી, ભરતસિંહ જાડેજા, દિલીપભાઇ ચંદરીયા, ઇશ્વરભાઇ માકડીયા, જયેશભાઇ અજુડીયા, જય વિઠ્ઠલાણી, પ્રવિણભાઇ હીરપરા, નરેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઇ લાવટી, પોપટભાઇ સોજીત્રા, જીતેન્દ્રભાઇ ડોબરીયા, હસમુખભાઇ દુધાગરા, વિમલભાઇ સોનગરા, મગનભાઇ લીંબાસીયા, ચેતનભાઇ ગલૈયા, ધનજીભાઇ ઢોલરીયા, શાંતીલાલ પરમાર, રાજેશભાઇ વાછાણી, નિલયભાઇ ગજરા, નરશીભાઇ સોરઠીયા અને મનસુખભાઇ કોઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 1998 થી દિનેશભાઇ ચાંગાણી દ્વારા એસોસીએશનનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે અને દરેક પ્રકારના પ્રશ્નોના નિરાકરણ અંગે તેઓ કટીબધ્ધ થયા હોય ત્યારે આ ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌ કોઇની પરિણામ પર મીટ મંડાઇ રહી છે.