જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ડમ્પરો-ટ્રક ચાલકો ઓવરલોડ ચાલી રહ્યા છે અને વધુ પડતા ઓવરલોડ રેતી-ખનીજ વગેરેની હેરાફેરી કરી રહ્યા છે. જેના વિરોધમાં જામનગરના ડમ્પર ચાલકોના એસોસીએશન દ્વારા વિરોધ દર્શાવી ત્રણ દિવસની હડતાળ પાડી છે. જેના પગલે આજથી ત્રણ દિવસ માટે 200 થી વધુ ડમ્પરના પૈડા થંભી ગયા છે. 
જામનગરના ડમ્પર ચાલકોના એસોસીએશન દ્વારા જાહેર કરાયા અનુસાર જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના માથાભારે અથવા વગદાર ડપમર ચાલકો ખાણખનીજ વિભાગ તેમજ પોલીસતંત્રને અંધારામાં રાખીને કાયદાનું સરેઆમ ઉલ્લઘંન કરી ઓવરલોડ માલ ભરવામાં આવે છે. જેના કારણે નિયોમુનુસાર પરિવહનનો વ્યવસાય કરતા ટ્રક-ડમ્પર ચાલકો અથવા તેના માલિકોને નુકશાની વેઠવી પડે છે. આ મામલે ખાણ-ખનીજ ખાતું તેમજ પોલીસ તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરી કાયમ માટે કાયદાનુસાર વજન સાથે ડમ્પર-ટ્રકોનું સંચાલન થાય તેવા પગલાં ભરવાની માંગણી સાથે આજે. 1.2.2019 થી 3.2.2019 સુધી ત્રણ દિવસ હડતાળનું એલાન કર્યું છે. જેના પગલે 200 થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે.