જામનગર મોર્નિંગ. જામનગર 
અનેકવિધ સંસ્થાઓમાં સફળ નેતૃત્વ કરનાર અને બીઝનેસમાં પણ યુવાવયે અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર નગર રત્ન ભીખુભાઈ બાવરીયાનો આજે જન્મદિન છે. મેહુલ કન્સ્ટ્રકશનના નામથી વ્યાવસાયિક પ્રતિષ્ઠાનને શૂન્યથી શરૂ કરીને આ કારોબારને ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યો સુધી ફેલાવી વટવૃક્ષ સમાન બનાવનાર, બન્ને પગે ખોડખાપણ  હોવા છતાં  પણ આસમાન સુધીની ઉંચાઈએ ઉડવામાં મજબુત મનોબળ અને અડગ આત્મવિશ્વાસ જેમની પાસેથી શીખવા જેવા છે તે ભીખુભાઈ બાવરીયા ૧૫ થી ૧૮  કલાક સુધી કામ કરીને પણ થાકતા નથી. શારીરિક ખોડખાપણ ધરાવતા હોવા છતાં તેમને કોઈપણ  જાતની શારિરીક ખોડખાપણ બાધારૂપ બનતી નથી જેમ કે ફોરચ્યુન  કારનું ડ્રાઈવીંગ કરવું, બીઝનેસ માટે સતત ટ્રાવેલીંગ કરવું, સાઈટ ઉપર મેનેજમેન્ટ કરવું, કોર્પોરેટ મીટીંગો એટેન્ડ કરવી. સેવાકીય પ્રવૃતિઓ  આ ક્ષેત્રે જામનગરની નામાંકીત સંસ્થા જે.સી.આઈ. જામનગરન પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. 
આ ઉપરાંત વિકલાંગો માટે દર વર્ષે જાજરમાન નવરાત્રિનું આયોજન કરનાર એપલ ચેરીટેબલ ટ્રસ્ટ, સપ્તક ગ્રુપ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત શહેરની અનેકવિધ સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિઓમાં પણ ભાગીદાર બને છે. જામનગર  જિલ્લા ભાજપના આઈ.ટી. સેલના કન્વીનર તરીકે સોશ્યલ મીડીયાનો ભાજપ તરફી ગુજરાતમાં બેસ્ટ પરફોર્મન્સ સાથેનો પ્રચાર-પ્રસાર કરનાર ભીખુભાઈ બાવરીયા બીઝનેસમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સોશ્યલ મીડીયાની પોઝીટીવ પ્રચાર કરવામાં અવ્વલ નંબરે છે.  સામાન્ય માનવી માટે પણ અડગ મનોબળ અને સફળતાની સિદ્ધિઓ જેનામાંથી શીખવા જેવી છે તે જામનગરના રત્ન ભીખુભાઈ બાવરીયાને તેમના ૪૦માં વર્ષમાં શુભ પ્રારંભે ઢેર સારી શુભકામનાઓ તેમના મોબાઈલ નં. ૯૯૨૫૩ ૫૫૮૮૮ ઉપર મળી રહી છે.