જામનગર મહાનગરપાલિકામાં મ્યુ. કમિશ્નર તરીકે ફરજ બજાવતાં આર.બી. બારડની મહિસાગર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને કમિશ્નરનું સન્માન યોજી તેઓને વિદાય આપવામાં આવી હતી.