230 બોટલ અંગ્રેજી દારૂ તથા 115 નંગ બિયર સાથે 4 શખ્સોની ધરપકડ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ નજીક એક કારમાં ઈંગ્લીશ દારૂ અને બિયરનો માતબર જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી બે વાહનો સહિત કુલ રૂ. 5.33 લાખના મુદામાલ સાથે ચાર દારૂના ધંધાર્થીઓને ઝડપી લઇ ચારેય સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 
મળતી વિગત મુજબ જામનગરની એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ગામના પાટીયા પાસે એક કાર અને બાઇકમાં ચાર બુટલેગરો દારૂનો જથ્થો લઈને જામનગર તરફ આવી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સોયલ ગામ નજીક પહોંચી દરોડો પાડ્યો હતો અને ત્યાંથી પસાર થઇ રહેલી જીજે 1 કેસી 3301 નંબરની સ્કોડા કાર જીજે 10 સીએલ 3149 નંબરના નંબરના બાઇકને આંતરી લીધા હતા. 
પોલીસે આંતરેલી કારની તલાસી લેતા અંદરથી 230 બોટલ ઈંગ્લીશ દારૂ તથા 115 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા આથી પોલીસે ઈંગ્લીશ દારૂ બિયર કાર અને બાઈક વગેરે સહિત કુલ રૂ. 5.33 લાખની માલમતા કબ્જે કરી હતી જ્યારે દારૂની હેરાફેરી કરી રહેલા જામનગરના દિગ્વીજય પ્લોટ શેરી નં. 49માં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે શિવભાઈ દીપસિંહ જાડેજા, લખન ઉર્ફે લાકડી કારાભાઇ મુછડીયા, અશોક ઉર્ફે મિરચી ખટાઉભાઈ મંગે અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા કેયુર ઉર્ફે કૈલો ડોબરીયાની ધરપકડ કરી લઇ તેઓ સામે ધ્રોલ પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી પીઆઇ આર.એ.ડોડીયા, પીએસઆઇ આર.બી.ગોજીયા, વી.વી.વાગડીયા, કે.કે. ગોહિલ તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, હિરેનભાઈ વરણવા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા, અરવીંદગીરી અને ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.