કુલ રૃા. 2700 નો મુદ્દામાલ કબ્જે લેતી પોલીસ
જામનગર શહેર સહિત જિલ્લામાં બે જગ્યાએ પોલીસે ઇંગ્લીશ દારૃ અંગે દરોડા પાડી બે શખ્સને છ બોટલ સાથે ઝડપી લઇ રૃા. 2700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરમાં બેડીનાકા વિસ્તારમાં આવેલ મયુરી ભજીયાની દુકાનની બાજુમાંથી પસાર થતાં દિલીપ રમેશભાઇ સોલંકી (રહે. એરફોર્સ રોડ, તિરુપતિ સોસાયટી) નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે અટકાવી તલાસી લેતાં તેની પાસેથી ઇંગ્લીશ દારુની રૃા. 1200 ની કિંમતની 3 બોટલ કબ્જે લઇ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે રસ્તા પર આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કેતનભાઇ ઉર્ફે પેપીયો વાલજીભાઇ વૈષ્નવ નામના શખ્સને સ્થાનિક પોલીસે ઇંગ્લીશ દારુની રૃા. 1500 ની કિંમતની 3 બોટલ સાથે ધરપકડ કરી પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.