જામનગર મોર્નિંગ 
 શ્રીનગર:
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક જેટ વિમાન તૂટી પડ્યું છે. આ ઘટનામાં જેટ વિમાનમાં સવાર બે પાયલટની શહીદ થયા છે.  બુધવારે સવારે બડગામ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં વાયુસેનાનું જેટ વિમાન તૂટી પડ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મધ્ય કાશ્મીરમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં એરફોર્સના બે પાયલટ શહીદ થઈ ગયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેટ વિમાનમાં સવાર બે પાયલોટના મૃતદેહ વિમાનના કાટમાળ નજીક જ મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં વાયુસેનાનું જેટ વિમાન તૂટ્યા બાદ આગ લાગી હતી
બડગામના ગરેન્ડ કાલન ગામ નજીક સવારે 10.05 કલાકે વિમાન તૂટી પડ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિમાનને બે ટુકડા થઈ ગયા હતા અને તેમાં એકાએક આગ લાગી હતી. અધિકારીઓના મતે વિમાન તૂટ્યું તે સ્થળે બે મૃતદેહ મળ્યા છે. જો કે આ દુર્ઘટનામાં ઘાયલોની ભાળ મેળવવામાં આવી રહી છે. પોલીસ વિમાન તૂટ્યું તે સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.