ભારતીય વાયુ સેનાની બાલાકોટમાં કાર્યવાહી પછી પાકિસ્તાનના લડાકૂ વિમાન ભારતીય સીમામાં ઘૂસ્યા. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો કે, પાકિસ્તાની વિમાનોને ભારતના 2 લડાકૂ વિમાન પાડી દીધા, જેમાંથી એક વિમાન કશ્મીરના બડગામમાં જ્યારે બીજુ વિમાન PoKમાં પડ્યુ. ત્યારે પાકિસ્તાની ચેનલ ફર્જી મિગ વિમાનની ક્રેશ થવાની ફોટોઝ દેખાડી રહ્યા છે.
વાસ્તવમાં પાકિસ્તાન જે ફોટોઝનો દાવો કરી રહ્યુ છે તે 2016માં જોધપુરમાં ક્રેશ થયેલી મિગ વિમાનની છે, તે સમયે જોધપુરના કુડી ભુગતાનીમાં ભારતીય વાયુસેનાનુ મિગ 27 વિમાન ક્રેશ થઇને રહેવાસી વિસ્તારમાં પડ્યુ હતુ. આ દુર્ઘટના પછી વિમાનમાં સવાર બંને પાયલટ સકુશળ બચી ગયા છે. પરંતુ પાકિસ્તાન આ ફોટોઝને PoKમાં ક્રેશ થયેલા મિગ વિમાનના બતાવી રહ્યા છે. જે સંપૂર્ણ રીતે ખોટું છે.
આ સિવાય પાકિસ્તાનની તરફથી વધુ મિગ વિમાન ક્રેશ થયેલા ફોટોઝ બતાવામાં આવી રહ્યા છે જે ઓરિસ્સામાં 2018માં ક્રેશ થયેલા મિગ વિમાનની છે. એટલુ જ નહી જે પાયલટન પકડ્યાની જે ફોટો પાકિસ્તાની મીડિયા ચલાવી રહી છે જે તાજેતરમાં જ બેગ્લોરમાં ક્રેશ થયેલા સૂર્ય ક્રિરણ વિમાનના પાયલટની છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY NEWSમાં જે ફોટોઝ એક્સક્લૂસિવ બતાવીને ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે તે જોધપુરમાં ક્રેશ થયેલા વિમાનની છે.
જમ્મૂ-કાશ્મીરના બડગામના સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક ચૉપર ક્રેશ થયુ છે કહેવામાં આવી રહ્યુ છે કે, ટેક્નિકલ ખરાબીને કારણે આ દુર્ધટના બની છે, જેમાં 3 પાયલટો શહીદ થવાના સમાચાર છે.