હું પુલવામા હુમાલમાં શહીદ થયેલા બિહારના બે સપૂતોને સલામ કરું છું: પીએમ 
જામનગર મોર્નિંગ - બરૌની
પુલવામાં હુમાલાએ દેશને હચમચાવીને રાખી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના બરૌની જિલ્લામાં વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા તો મંચ પર પણ આ ઘટનાનો આક્રોશ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા. તેમણે જજણાવ્યું કે શહીદોમાં બિહારના જવાનો પણ સામેલ છે. પીએમે લોકોને કહ્યું કે, ‘જે આગ તમારા દિલમાં છે, તે આગ મારા દિલમાં પણ છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની ભેટ આપવા બિહાર પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં થયેલા હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. જેમાં બિહારના બે જવાનનો સમાવેશ થાય છે. પટનાના મસૌઢી ગામના સંજય કુમાર સિન્હા અને ભાગલપુરના રત્ન કુમાર ઠાકુર આ હુમલમાં શહીદ થયા છે.
‘જે આગ તમારા દિલમાં છે, તે મારામાં પણ છે’
પીએમ મોદીએ પુલવામાના શહીદોને નમન કરતા કહ્યું કે, ‘હું અનુભવી રહ્યો છું કે તમારા અને દેશવાસીઓના દિલમાં કેટલી આગ ઉઠી છે. હું તમને જણાવવા માંગુ છું કે જે આગ તમારા દિલમાં છે, તે મારામાં પણ છે.’ વડાપ્રધાને રવિવારે રૂ. 13,365 કરોડના ખર્ચે નિર્માણ થનાર પટના મેટ્રોલ રેલવે યોજનાનો શિલાન્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે એક ડઝન યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. સમારંભમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ હાજર હતા.

PMએ યોજનાનો કર્યો શિલાન્યાસ

 પીએમમોદીએ પટનાના શહેરી વિસ્તારમાં 3,200 ચોરસ કિમ.મીમાં  રૂ. 9.75 લાખ ઘરોમાં પીએનજી અને વાહનો માટે સીએનજી પૂરો પાડતી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે બાઢ, સુલતાનગંજ અને નવગછિયામાં પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહિ વડાપ્રધાને વિવિધ સ્થાનો માટે રૂ. 1427.14 કરોડના ખર્ચે 22 અટલ નવીનીકરણ અને શહેરી પરિવર્તન મિશન (અમૃત) પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો.