રામધુન બોલાવી : રક્તદાન કેમ્પનું પણ આયોજન  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓ જેવા કે એમ.પી.એસ., એમ.પી.એચ., એફ.એચ.એસ., લેબ ટેકનીશ્યન, ફાર્માસીસ વિગેરે આજે એક દિવસની સામુહિક રજા ઉપર ઉતરી જઈ સરકારની નીતિરીતિનો વિરોધ વ્યક્ત કરી પ્રદર્શન કર્યું હતું અને રામધૂન બોલાવી ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે પગારની વિસંગતતા, ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવો, ત્રીસ્તરીય માળખાનો અમલ કરવો વગેરે કુલ મળી 10 જેટલા પ્રશ્નોને લઈને પ્રદર્શન કરવા માટે તમામ કર્મચારીઓ એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી અને રચનાત્મક પ્રવૃત્તિના ભાગ રૂપે રામધુન રક્તદાન કેમ્પ તથા જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.