જામનગર મોર્નિંગ - અમદાવાદ:
સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે અઘોષિત યુદ્ધ છેડાયું હોવાના ભણકારા વચ્ચે તંદગીલી વણસી છે. જેને જોતા કોંગ્રેસે 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) બેઠક મોકુફ રાખવામાં આવી હોવાનું જણાવ્યું છે.
બુધવારે ભારત-પાક. વચ્ચે હવાઈ ક્ષેત્રમાં ભારે તંગદીલી જોવા મળી છે જેને પગલે પૂર્વ ભારતના એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરી સ્થગિત રાખવા આદેશ અપાયા છે અને દિલ્હીથી પૂર્વ ભાગમાં હવાઈ ક્ષેત્રમાં કોઈ જ નાગરિક ઉડાનને મંજૂરી આપવામાં આવી નથી.  
સૌપ્રથમ વખત CWCની બહુ મહત્વની બેઠક આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં યોજવાનો બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવાયો હતો. કોંગ્રેસ વર્કિગ કમીટીની ગુજરાતમાં યોજાનારી આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેવાના હતા.