જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના એસટી ડેપો પર યુવતીની પજવણી કરનાર શખ્સને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતો અને વાણંદકામ કરતો હર્ષદ ચમનભાઈ પરમાર નામનો પચાસ વર્ષનો ઢગો ગુરુવારે રાત્રે એસટી ડેપો ઉપર ઉભા રહીને બસ ડેપોમાં આવતી જતી સ્ત્રીઓની પજવણી કરી તેઓ સામે બીભત્સ ઈશારા કરતા રંગેહાથે પકડાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જીપીએકટ કલમ 110-117 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને તેને પોલીસ લોક-અપમાં બેસાડી દીધો હતો.