જામનગર મોર્નિંગ - દ્વારકા  
તાજેતરમાં શરૂ થયેલ એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષામાં વિધાર્થીઓ તનાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એવા ઉમદા હેતુથી ખંભાળિયા નગરપાલીકાના સદસ્યો દ્વારા દા સુ ગર્લ્સ હાઈસ્કૂલ તથા વિવિધ હાઇસ્કૂલોમાં જઈ વિધાર્થીઓને મીઠા મોઢા કરાવી આવકાર્યા હતા અને ખુશનુમાં ભર્યા વાતાવરણ વચ્ચે વિધાર્થીઓને ટેનશન મુક્ત બનાવી પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંકલન કર્તા પરાગભાઇ બરછા, ઉપપ્રમુખ પી.એન. ગઢવી, કારોબારી અધ્યક્ષ દિપેનભાઈ, દિનેશભાઇ દત્તાણી, હંસાબા જેઠવા, શૈલેષભાઇ કણઝારીયા, કિરીટભાઈ ખેતીયા, મેઘાબેન વ્યાસ, મનુભાઈ કાનાણી, ભીખુભાઇ જેઠવા, અમિતભાઇ શુક્લ, હસમુખભાઈ ધોળકીયા, નિકુંજ વ્યાસ, જીજ્ઞેશભાઈ પરમાર, યોગેશભાઈ મોટાણી વિગેરે દ્વારા ભારતના ભાવીઓને ખુશ ખુશાલ કર્યા હતા.