એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરતા શાસક પક્ષના હોદેદારો-કાર્યકરો 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર તળાવની પાળે આવેલ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પક્ષના હોદેદારો તથા કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી જોરદાર આતશબાજી કરી હતી. આ વેળાએ મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઇ કરમુર, સ્ટેંડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી તથા શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, તાજેતરમાં ભાજપમાં જોડાયેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા, શાસકપક્ષના કોર્પોરેટરો, પુર્વ મેયર પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ તથા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.  
આ ઉપરાંત૭૮ જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય હકુભા જાડેજાનો ગુજરાત મંત્રીમંડળમાં સમાવેશ થતા ક્રિકેટ બંગલા પાસે હકુભાની ઓફિસ તથા રાજપૂત સેવા સમાજ પાસે રાજપૂત સમાજના લોકોએ એકત્ર થઈ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢા મીઠાં કર્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતોતથા અભિનંદન પાઠવ્યા હતા. આ જ રીતે લીમડાલેન ચોકમાં પણ દિલીપસિંહ વાળા તેમજ હકુભાના ટેકેદારો, મિત્રોએ ફટાકડા ફોડી તેમના મંત્રીપદને આનંદથી વધાવ્યો હતો.