એક્ટીવા સહિત રૃા. ૩૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે
જામગનર મોર્નિંગ -જામનગર
જામનગરમાં રણજીતસાગર રોડ પરથી એક્ટીવાચાલકને ઇંગ્લીશ દારુની બોટલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લઇ રૃા. ૩૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ મારુ કંસારા હોલ પાસેથી એક્ટીવા ચાલક હાર્દિક વિજયભાઇ ભાનુશાળી નામના શખ્સને સીટી એ પોલીસે ઇંગ્લીશ દારુની બોટલ સાથે ઝડપી લઇ એક્ટીવા સહિત કુલ મળી રૃા. ૩૭૧૫૦ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.