સાંસદ પૂનમબેન-ધારાસભ્ય હકુભા જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુંજામનગર મોર્નિંગ - જામનગર

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકનેે આવરી લેતા વિસ્તારોમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ બાઇક રેલી યોજાઇ હતી.જેમાં ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારની બાઇક રેલીને સાંસદ પૂનમબેન માડમે અને શહેરી વિસ્તારમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી, તેમજ સિક્કામાં ભાજપની *વિજય વિશ્વાસ રેલી* બાઈક સાથે યોજાયેલ હતી, 

જેનું લીલી ઝંડી આખી સાંસદ પૂનમબેન માડમે પ્રસ્થાન સિક્કા પાટીયેથી કરાવેલ આ રેલી સરમત, નાઘેડી, હર્ષદપુર થઇ ને વરૃડી મંદિરે પહોંચશે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ ત્તથા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઈ વશરા તથા અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, દિલીપસિંહ ચુડાસમા સહિતના તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જોડાયા હતા.