જામનગર મોર્નિંગ - દ્વારકા
ખંભાળિયામાં, દ્વારકામાં અને કલ્યાણપુરમાં રેંકડીધારકો, વાહનચાલકો ટ્રાફિકને અવરોધ ઉભો કરતા તથા પુરઝડપે ચલાવી નીકળતા વાહન ચાલકો સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ખંભાળિયામાં નગરનાકા પાસે હિતેષ અશોકભાઈ પુજારા, પુંજા રામાભાઈ વારંગીયા, રજા નુરમામદ વડગામા, અબ્દુલ કાસમ શેખ, ભરત કાન્તી રાઠોડ, ધરમજી વેલજી નકુમ, ભરત સામજી મહીડા, લખા સામત નંદાણીયાએ રેંકડીઓ અને દ્વારકામાં સુદામા સેતુના ઢાળીયા પાસે ભરત અરવીંદભાઈ, સાજીદ સાબારભાઈએ રીક્ષા તથા ભાણવડમાં રામાભાઈ કેશુભાઈ ઓડેદરાએ કટલેરીની રેંકડી ટ્રાફિકને અડચણરૂપ રાખતા તમામની સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી.
જયારે ભાણવડમાં જ જીતેશ નાગજીભાઈ ચૌહાણએ જીજે 10 એએ 7707 નંબરનું તથા સોમાભાઈ બાબુભાઇ રાઠોડએ જીજે 10 એએ 7613 નંબરનું બાઈક પુરઝડપે ચલાવી નીકળતા બંનેની પોલીસે અટકાયત કરી હતી.
0 Comments
Post a Comment