111 નંગ બાટલીના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ : એક ફરાર : આણંદપર પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો   

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની એલસીબીની ટીમે જુદા-જુદા બે રહેણાંક મકાનો ઉપર દારૂ અંગે દરોડા પાડી 111 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે જયારે દારૂ સપ્લાય કરનાર બુટલેગરને ફરારી જાહેર કરાયો છે.તેમજ કાલાવડના આણંદપર ગામ પાસેથી એક શખ્સને એક બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ ભુપતસિંહ જાડેજા નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે શુક્રવારે રાત્રે ઉપરોક્ત મકાનમાંથી રૂ. 15,600ની કિંમતનો 39 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કર્યો છે જયારે ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં શાંતિનગર શેરી નં. 6માં રહેતા પ્રણવદીપસિંહ ઉર્ફે પપ્પુ ચંદ્રસિંહ વાઘેલાએ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું.
જેથી એલસીબીની ટીમે પ્રણવદીપસિંહને ફરારી જાહેર કર્યો છે જયારે તેના રહેણાંક મકાન પર પણ શુક્રવારે રાત્રે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વધુ રૂ. 28,800ની કિંમતનો 72 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કર્યો છે અને આરોપી પ્રણવદીપસિંહની ધરપકડ કરી લીધી હતી. જેને દારૂ સપ્લાય કરનાર તરીકે ભાણવડ તાલુકાના રાણપર ગામના લાખાભાઇ મોરીએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
આ કાર્યવાહી એલસીબી પીઆઇ આર.એ.ડોડીયા, પી.એસ.આઈ. આર.બી. ગોજીયા, વી.વી. વાગડીયા, કે.કે. ગોહીલ તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, અજયસિંહ ઝાલા, હિરેનભાઈ વરણવા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા, અરવીંદગીરી તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.         
જયારે કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસેથી એક્ટીવા સ્કુટર ઉપર ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલા લોધીકાના મહેશ દિનેશભાઇ રાઠોડની પોલીસે ધરપકડ કરી લઇ દારૂ અને સ્કુટર વગેરે કબ્જે કર્યો છે.