કચેરીના પગથીયે રજૂઆતની નકલને હાર પહેરાવી મળતા લાભો આપવા કરી માંગણી 

જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ-અધિકારી મંડળ દ્વારા કરેલ પીટીશનમાં જોડાયેલ હાઇકોર્ટના હુકમ મુજબ લાભ આપવા કાર્યપાલક ઇજનેરને જામનગર ખાતે કર્મચારીઓ દ્વારા રજુઆત કરવમાં આવી છે.  
આ રજુઆતમાં કર્મચારીઓ એ જોડાઈ કાર્યપાલક ઇજનેરની મુજબ કચેરીના પગથીયા પાસે રજૂઆતની નકલોને હાર પહેરાવી પૂજા કરી હતી. 
આ 229 કર્મચારી-અધિકારી પૈકી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જામનગર હસ્તકના 47-રોજમદાર કર્મચારી સામેલ છે તો હાઇકોર્ટના હુકમ મુજબ અને ત્યારબાદ બોર્ડ ગાંધીનગર દ્વારા હુકમો કરવામાં આવેલ છે. તે મુજબ હાલ 50 % ડી.એ.નું તાત્કાલીક અસરથી ચુકવણું કરવું અન્યથા કન્ટેમ્પ ઓફ કોર્ટ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. 
વધુમાં 47-કર્મચારી પાસેથી ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો રિકવરી કરવામાં આવશે તે મુજબનું બાંહેધરી પત્રક મેળવીને પણ ચુકવણું કરવામાં આવે તો વાંધો નથી તેમ જણાવાયું છે.