પોરબંદર લોકસભા બેઠક માટે પાટીદાર આગેવાન રેશમા પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


મોર્નિંગ - પોરબંદર
પાટીદાર આગેવાન રેશમા પટેલે આજે પોરબંદર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.પોતાના સમર્થકો સાથે પોરબંદર લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જઈ પોતાનુ ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. અને હાર કે જીત મહત્વ ની નથી. પરંતુ હમેશા લોકો ની વચ્ચે રહેશે અને લોકો ના પ્રશ્નો માટે સતત લડત આપશે તેવું જણાવ્યું હતું. રેશમા પટેલે ચૂંટણી અધિકારી ને આપેલ સોગંદનામાં માં પોતાની સ્થાવર –જંગમ મિલકત ની સંપૂર્ણ વિગત આપી હતી જેમાં તેણે છેલ્લા પાંચ વરસ ના ભરેલા ઇન્કમટેક્ષ ની વાત કરીએ તો ૨૦૧૪-૧૫ માં તેણે રીટર્ન માં કુલ ૨,૦૪,૨૫૦ રૂપિયા આવક બતાવી હતી ૨૦૧૫-૧૬ માં ૩,૫૮,૫૦૬ રૂપિયા,૨૦૧૬-૧૭ માં ૨,૭૦,૮૫૦ ,૨૦૧૭-૧૮ માં ૩,૦૪,૭૧૩ રૂપિયા તેમજ ૨૦૧૮-૧૯ માં ૫,૦૬,૭૦૮ રૂપિયા આવક દર્શાવી છે.હાથ પર ની રોકડ ૫૫૦૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું છે. બેંક ખાતા ની વાત કરીએ તો માણાવદર ની દેનાબેંક શાખા માં ૧૦૦૦,ઉપલેટા ની યુનિયન બેંક માં ૪૮૮૨ રૂપિયા,રાજકોટ કો ઓપ બેંક ની જુનાગઢ શાખા માં ૪૮૬૬ રૂપિયા,જુનાગઢ ની એચડીએફસી બેંક માં ૧૭,૭૭૨ રૂપિયા,અમદાવાદ ની એક્સીસ બેંક માં ૧,૧૧,૬૯૫ રૂપિયા અમદાવાદ ની યુનિયન બેંક માં ૩૭૭૫ રૂપિયા તથા રાજકોટ કો ઓપ બેંક ના ૩૭૭૫ ની કીમત ના ૨૫ શેર,ઉપરાંત બે હેલ્થ અને વીમા પોલીસી ધરાવે છે જેનું પ્રીમીયમ વાર્ષિક ૨૦૦૦૦ જેવું થવા જાય છે .વાહન ની વાત કરીએ તો તેની પાસે ૪૨૦૦૦ ની કીમત નું હોન્ડા એકટીવા છે અને હાલ અંદાજીત કિંમત ૧,૮૦,૦૦૦ ના ૭૦ ગ્રામ સોનાના દાગીના પણ તે ધરાવે છે .ઉપરાંત પાર્થ હાઉસ ગોલ્ડ સ્કીમ માં એક લાખ રૂપિયા નું રોકાણ પણ ધરાવે છે આમ કુલ ૫,૪૪,૫૬૫ રૂપિયા ની વર્તમાન કીમત ની જંગમ મિલકત ધરાવે છે
સ્થાવર મિલકત ની વાત કરીએ તો જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના બંટીયા ગામ કે જે તેઓનું મૂળ વતન છે ત્યાં તેઓ ૦-૪૧-૬૩ એકર ખેતી ની જમીન ધરાવે છે જેનું અત્યારે અંદાજીત બજાર મુલ્ય દસ લાખ રૂપિયા જેવું થવા જાય છે.

બિન ખેતી ની જમીન ની વાત કરીએ તો તેણે ૨૮/૬/૧૮ ના રોજ ગોંડલ ના અનીડા ગામ ખાતે ૧,૧૩,૨૧૭ ચોરસ ફૂટ જમીન ની ખરીદી ૬ લાખ રૂપિયા માં કરી હતીજેનું અત્યારે મુલ્ય સાડા સાત લાખ જેટલું થવા જાય છે .એ સિવાય ૨૨/૬/૧૮ ના રોજ ૮,૬૦૦૦ ની કીમતે ગાંધીનગર ના રાયસણ ગામે બીઝનેસ પાર્ક માં ૪૮ ચોરસ ફૂટ ની ઓફીસ,તથા અમદાવાદ ના વેજલપુર ખાતે ૩૦/૧/૨૦૧૮ ના રોજ ૩૨,૪૦,૦૦૦ ના ખર્ચે ઇસ્કોન એમ્પોરીયો માં ૫૯.૭ ચોરસ ફૂટ ની ઓફીસ,ખરીદી હતી જે બન્ને મિલકત ની વતર્માન કિંમત ૪૪,૪૧,૦૦૦ છે.એ સિવાય જુનાગઢ ના ઝાંઝરડા માં સહજાનંદ પેલેસ માં ૪૦૦ ફૂટ નો ફ્લેટ તેણે ૪-૧-૨૦૧૩ માં ૩,૪૦૦૦ માં ખરીદ્યો હતો જેની વર્તમાન કીમત ૬,૪૦,૦૦૦ છે તો અમદાવાદ ખાતે પણ અરસવા તાલુકા ના હંસપુર ગામમાં સ્વપ્ન નીલ હાઈટ્સ માં ૭૪૮ ફૂટ નો ફ્લેટ તેણે ૧૯/૧૦/૨૦૧૮ માં ૧૨,૬૦,૦૦૦ માં ખરીદ્યો હતો જેની વર્તમાન કિંમત ૧૪ લાખ છે આમ કુલ તેઓ ૮૨,૨૧,૦૦૦ વર્તમાન કીમત ની સ્થાવર મિલકત ધરાવે છે,મૂળ કીમત ની વાત કરીએ તો તેઓ ૨,૨૫૦૦૦ ની જંગમ મિલકત ધરાવે છે. તેમના પર કોઈ બેંક કે સરકારી લેણા બાકી નથી તેમજ ખેતી તથા પશુપાલન નો વ્યવસાય કરે છે તેમ સોગંદનામાં માં જણાવ્યું છે અને એફ વાય બીએ સુધી નો અભ્યાસ કર્યો છે તેવું પણ જણાવ્યું છે