ધો-10 માટે નોંધાયેલા 16745 પૈકી 11774 વિધાર્થી ઉતિર્ણ: એ-1માં 164, એ-2માં 966, બી-1માં 1973 અને બી-2માં 3179 જિલ્લાની નવ શાળાનું 100 ટકા પરિણામ: એક શાળાનું પરિણામ શુન્ય 
જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં જામનગર જિલ્લાનું પરિણામ 70.61 ટકા આવ્યું છે જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમો ક્રમ છે જામનગર જિલ્લામાં કુલ 16745 વિધાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 16648 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમાંથી 11776 વિધાર્થીઓ ઉતિર્ણ થતા જિલ્લાનું કુલ પરિણામ 71.61 ટકા આવ્યું છે, જામનગર જિલ્લાની કુલ નવ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે ઉપરાંત એક શાળાનું પરિણામ શુન્ય આવ્યું છે.
જામનગર જિલ્લામાં એ-1 ગ્રેડમાં 164 વિધાર્થી જયારે એ-2 ગ્રેડમાં 966 વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે આ ઉપરાંત બી-1માં 1973, બી-2માં 3179, સી-1માં 3931, સી-2માં 1711, ડીમાં 88, ઈ-1માં 735, ઈ-2માં 4167 સહિત કુલ 11776 વિધાર્થીઓ પાસ થયા છે જેના કારણે જિલ્લાનું કુલ પરિણામ 70.61 ટકા આવ્યું છે જામનગર જિલ્લાના નવ કેન્દ્રો પૈકી ધ્રોલનું 80.62 ટકા પરિણામ આવ્યું છે, આ ઉપરાંત જામજોધપુરનું 68.98 ટકા, જામનગર સીટીનું 65.56 ટકા, જામનગર (દિગ્વીજય પ્લોટ)નું 75.24 ટકા, કાલાવડનું 72.83 ટકા, જોડીયાનું 60.34 ટકા, લાલપુરનું 60.43 ટકા, સિક્કાનું 41.93 ટકા અને જાંબુડા પાટીયાનું 71.14 ટકા મળી જિલ્લાનું કુલ પરિણામ 70.61 ટકા આવ્યું છે.